સમુદ્ર

આત્માના ગુણ

Posted on Updated on

  

મને પ્રિય છે આ સમુદ્રના પાણીનો અવાજ

અટૂટ, લયબદ્ધ 

હરદમ મને પ્રેરે પહાડોની આ ઊંચાઈ 

નિડર, ટટ્ટાર

મનને ચૂમતો આ હૈયાનો ધબકાર

નિરંતર, અચૂક

કહે છે મને, ન થોભ ન થોભ

બસ ચાલતી રહે, ચાલતી રહે..

અટૂટ લયબદ્ધ ચાલતા

ટટ્ટાર થઈ નિડર બનીશ

અચૂક મંઝીલને પામીશ..

અવાજ સાંભળી અંતરનો

નિરંતર ડગ માંડું કર્મોના રાહે

જેથી કરી શકુ ‘સિદ્ધ’ આત્માના ગુણોને.

-ધારાભટ્ટ-યેવલે

Posted on Updated on

સન્નાટાનો સમુદ્ર ધીરેધીરે પીગળી રહ્યો છે

મનનો ઘોંઘાટ ધીરેધીરે શાંત થઈ રહ્યો છે

સમુદ્રના પ્રવાહમાં બંધુજ વહેતું કરી દીધું છે મે

આ સુખદુખ ,તકલીફ , વેદના ને પીડા

અદ્ભુત શૂન્યતા છવાઈ ગઈ છે પલવારમા 
એ સમયે 
પાણીમાં એક આક્રુતિ કંડારાય ગઈ છે

હવે બસ હું સ્પષ્ટ જોઇ શંકુ છું મુંજને

મારુ મન, મારુ તન, મારી ઇચ્છા, મારી આકાંક્ષા, મારી ખુશી

મારુ હ્દય અને એનો ધબકાર

– ધારાભટ્ટ-યેવલે