gujarati humour

ચીર્લ્ડન્સ ડે

Posted on Updated on

ગઈ કાલે જ ચીર્લ્ડન્સ ડે ઉજવાયો.. અને મને એ કીસ્સો યાદ આવ્યો..હજી હમણા જ ઓગસ્ટમાં..શ્રાવણ મહિનો ચાલતો હતો..હું મહાદેવનાં મંદિરે ગઈ. શ્રાવણ મહિનાનાં કારણે ત્યાં ભીડ હતી..અમે બધાં લાઈનમાં ઉભા હતા. હું ફૂલોં લઈને લાઈનમાં ઉભી હતી..તો બીજા કેટલાંક લોકો બીલી, બીલવા, પ્રસાદ, શ્રીફળ, ફૂલનાં હાર, કળશમાં પાણી, દૂધ, અને જાતજાતનું ભગવાનને અર્પણ કરવા લાઈન ઉભેલા. ધણાં ખાલી હાથે જ લીઈનમાં ઉભા હતા..એટલે મેં ધાર્યું કે કદાચ એ લોકો પૈસા અર્પણ કરશે નહીં તો ફક્ત દર્શન કરીને પોતાની ભાવના અર્પણ કરશે. આ બધા વચ્ચે મારી પાસે ઉભા એક નાનકડા છોકરા પર પડી..એ પણ આ લીઈનમાં કંઈક હાથમાં લઈને આવેલો, મહાદેવને અર્પણ કરવા! એની મુઠ્ઠી એણે ટાઈટ વાળી’તી અને એની નાની મુઠ્ઠીમાંથી ચોકલેટનું રેપર સહેજ એવું બહાર દેખાતું હતું! હા, એ ચોકલેટ લઈને આવેલો!!
મેં એને સહેજ હસતા પૂછ્યું, ‘ચોકલેટ ધરવા લાવ્યો છે મહાદેવને?’
એટલે કહે, ‘હા, એમનેય ચોકલેટ ભાવતી હશેને?’
મેં કહ્યું, ‘હા, ભાવતી જ હશે..કા.કે તને પણ ભાવે છેને?!’
એ કહે, હા, મને બહુ ભાવે છે!’
ત્યારે મને થયું.. કેવી કેવી લીલા કરે છે તું ભગવાન!! તું તો દરેકે દરેક કણમાં વિરાજમાન છે..જાણે કહે છે..જેની પાસે જે હોય તે જ તે આપવાનું ને?! અને આવે સમયે કદાચ ખ્યાલ આવે કે તું કોનામાં કઈ રીતે વિરાજ્યો છે?! સૌથી ભોળાભાવે તારું સ્વરૂપ બાળકોમાં જ જોવા મળે છે, એટલે જ તુ ભોળાનો ભગવાન છે ભોળાનાથ!
તુ બધાનું બધું જ સ્વિકારે છે! તને જે કંઈ લઈને અર્પણ કરવા આવ્યા છે કદાચ એ સ્વરૂપે તું એમનામાં ઉપસ્થિત છે! ક્યાંક ભાવરૂપે, ક્યાંક ભોજન બની, ક્યાંક પ્રકૃૃૃૃતિ સ્વરૂપે, ક્યાંક લક્ષ્મી બનીને, ક્યાંક શક્તિ અને સરસ્વતિલ તરીકે, ધણાં ફરિયાદ પણ લાવ્યા હોય અને ક્યાંક આમ બાળક બનીને!
-ધારાભટ્ટ-યેવલે

Advertisements

Happy Children’s Day

Posted on Updated on

તસ્વીરો ઝાંખી થઈ જાય અમુક સમય પછી..પણ ખુશીની પળો..અને એની સ્મૃતિઓ કદી ઝાંખી નથી પડી..એતો સદાય સ્મૃતિપટ પર ઝળહળતી જ રહેશે..સૂર્યની માફક..😍🤗❤

મનમેળો

Posted on Updated on

નવું વર્ષ આવે અને નવી યાદો બને નવા સંબંધો રચાય.. સાથે સાથે જૂનાં સંસ્મરણો પણ વિટળાઈને ગળે વળગે! આ બધી જ નવી જૂની યાદોનાં સંગમે આપણે નવા વર્ષનું સ્વાગત કરતા હોઈએ છીએ અને જાણે આ બધાને સાથે જ લઈને રંગોળીની જેમ સજાવી, કંકુ ચોખા કરીએ છીએ!
લગભગ વીસ વર્ષ થવા આવશે સાસરે અને ભારતની બહાર.. અમુક સાસરે અને અમુક અહીં..એમ દિવાળીનું અજવાળું જોયુ છે! માણી છે મનાવી છે! પહેલાં કાર્ડઝ મોકલી..લેટરલખી, પછી ફોન પર અને હવે મોબાઈલ પર ચેટ કરતાં કરતા ને વિડિયો ચેટ કરતા પીયરે મને અને મે પીયરને અજવાળું પાઠવ્યું છે ..પણ મે એક પણ દિવાળી આ દરમ્યાન મમ્મીને ત્યાં રુબરુ નથી મનાવી! અને હવે કદાચ જો દિવાળી પર આતો નહીંને ત્યાં જઉં તો પણ.. મને હવે મારા આ ઘર અને પરિવાર સિવાય ગમશે કે કેમ એ પણ પ્રશ્ન થાય! કદાચ નહીં ગમે! પણ હવે જ્યારે આપડા સંતાનો મોટા થતા જાય એમ એ લોકોને પણ પોતાના પેરેન્ટ્સ વિશે જાણવું હોય..એ પણ પૂછે કે,’મમ્મી તું નાની હતી ત્યારે કેવી રીતે દિવાળી મનાવતી?!’ ત્યારે એમ થાય હા, હવે એમને થોડી સમજણ આવી હોય ત્યારે હું ક્યાં,કોની સાથે, કેવી રીતે તહેવારો મનાવતી એ પણ જણાવું.. ભારતની બહાર રહેતા હોઈએ ત્યારે આપડા સંતાનોને એક એઈજ પછી આવા પ્રશ્નો ઉઠે એ સહજ છે. હવે એમ થાય એકાદ દિવાળી અને નવું વર્ષ મારા મમ્મી-પપ્પા અને મારા પરિવાર સાથે મનાવું. હવે તો પહેલા જેવું મારા સ્મરણોની દિવાળીકે નવું વર્ષ નહીં જ હોય એ પણ ખબર છે પણ..જૂનાં સંસ્મરણો વાગોળતા નવાને પણ આવકારવાનો સમય એજ ખરી દિવાળી.
વિદેશની બહાર રહીએ અને ઘરને ઘરનો માહોલ મીસ કરીએ એ સ્વાભાવિક છે..પણ પોતાના પરિવારનાં કે સાવ નજીકનાં બે-ચાર મિત્રો(અમૂક ગુજરાતી અને અમુક નહીં.., પણ છતાં વહાલાં લાગે કા.કે એ ગુજરાતી વિક્રમ સંવત યાદ રાખીને તમને શુભેચ્છાઓ પાઠવે છે!) વહેલી સવારે ઉઠીને કામ પર જતા..સ્કૂલે જતા દિવાળી અને બેસતા વર્ષે ભૂલ્યા વગર તમને વિશ કરે તો બસ એ જ છે મારા મન દિવાળી અને નવા વર્ષનું અજવાળું. થોડું ફિલ્મી લાગશે પણ ..આ ફીલીંગ અલગ હોય છે..એ
એવી ફીલીંગ થાય જ્યારે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં એક સીન આવતા રુંવાડા ઉભા થાય જેમાં.. કેરમ રમતા પેલા દાદા કહે “રાણી તો પપ્પાનીજ..” હહાહા..બસ એવી જ ફિલીંગ થાય અને મનનાં એકે એક ખૂણામાં દિવા પ્રગટે!
આવનારું ભવિષ્ય મારા હાથમાં નથી..પણ આજ છે..જે આવતી કાલે ભૂતકાળ બની જશે..માટે આજે એક દિવો પ્રકટાવી લઉં!
આપ સૌને દિવાળી અને નવા વર્ષનાં નૂતન વર્ષાભિનંદન.. સૌનું વર્ષ મંગળમય હો તેવી મારા અને મારા પરિવાર તરફથી ખૂબ જ શુભેચ્છા. સાલ મુબારક🙏🎊🎆💐
Happy New Yr everyone.
-ધારાભટ્ટ-યેવલે

નૂતન વર્ષાભિનંદન

Posted on

આવનારું વર્ષ આપ સૌને સુખ શતિ અને સંપત્તિ પ્રદાન કરે એવી પ્રભુ પ્રાર્થના. દિવાળી અને બેસતા વર્ષનાં સૌને નૂતન વર્ષાભિનંદન..આવનારું વર્ષ મંગળમય હો🙏✨🎆

Happy Dhanteras

Posted on Updated on

May Lord Dhanvantri bless uswith good health..Today nd always..🎆🌿HappyDhanteras🙏👣

Diyaas..

Posted on Updated on

Love nd Light..May this festival bring all d happiness to everyone around us..🎆❤🎇

Sweetness of the festival..

Posted on Updated on

આવનારા દિવસો ખૂબ જ મીઠા નીવડેને આપ સૌને મીઠા અવસરો પ્રદાન કરે..સંબંધોમાં મિઠાશ રેલાય માટે મીઠાશ સાથે આ ગળ્યા દિવસોનું સ્વાગત કરીએ! કુછ મીઠા હો જાએ?!❤🎊🎆