પહાડ

ડ્રોઈંગ રૂમની બારી

Posted on

અમારા ડ્રોઈંગ રૂમની બારીની બહારથી થોડા પહાડોં દેખાય છે. ઘણી બીલ્ડીંગોનાં માથા વીંધી એ તરફનું દ્રશ્ય ચુંબકીય હોય છે.

અમારે રણ તરફ આંટો મારવા જવું હોય કે પછી કોઈ કામસર નીકળવાનું થાય.. અમે અચૂક એને નીહાળીને બહાર નીકળીએ. કોઈવાર સાવ ચોખ્ખા તો કોઈવાર ધૂળિયા.

કોઈવાર એમ નામ પણ એમને તાકતા હોઈએ. એને જોવામાં આઁખોનાં રસ્તે ઘણા દ્રશ્યો પણ જડપાઈ જાય. કોઈ વોક કરતું, અમુક માણસો કામ કરતા, બે-ત્રણ છોકરાઓ રમતા, કોઇ ફેમિલી કાર પાર્ક કરતું, મારી જેમ બીજું કોઈ અજાણ્યું મને પણ જોતું, જાણીતું હાઈ કરી થોડાં અંતરે વેવ કરતું, થોડાં પંખી આકાશ તરફ ઉડતા, કોઈ માળો બાંધતા, કોઈ સરકારી બીલ્ડીંગ પર ફરકતો સાઉદી ફ્લેગ, અને આસ્થાનું સ્થાનક.

આમ એ પર્વત વધારે તો અમારું વેધર ફોરકાસ્ટ માઉન્ટન જ થઈ ગયું છે. મારી ધારે ધીરે એનાં પર આસ્થા બંધાતી હોય એવું પણ વર્તાય છે.

બાકીનું બધું બોનસમાં, આઁખોં કી ગુસ્તાખી અને એની આસપાસ જેવું.

-ધારાભટ્ટ-યેવલે

આત્માના ગુણ

Posted on Updated on

  

મને પ્રિય છે આ સમુદ્રના પાણીનો અવાજ

અટૂટ, લયબદ્ધ 

હરદમ મને પ્રેરે પહાડોની આ ઊંચાઈ 

નિડર, ટટ્ટાર

મનને ચૂમતો આ હૈયાનો ધબકાર

નિરંતર, અચૂક

કહે છે મને, ન થોભ ન થોભ

બસ ચાલતી રહે, ચાલતી રહે..

અટૂટ લયબદ્ધ ચાલતા

ટટ્ટાર થઈ નિડર બનીશ

અચૂક મંઝીલને પામીશ..

અવાજ સાંભળી અંતરનો

નિરંતર ડગ માંડું કર્મોના રાહે

જેથી કરી શકુ ‘સિદ્ધ’ આત્માના ગુણોને.

-ધારાભટ્ટ-યેવલે

Posted on Updated on

ૐપહાડોએ જાણે સૂરજ લઈ લીધો

ચાંંદ આપ્યો ને જળહળતી ઠંંડક

-ધારાભટ્ટ-યેવલ