gatherings

પ્રેમથી ઉજવીએ તો?!

Posted on

સ્રીઓ તો હંમેશા પોતાના પતિ માટે દીર્ઘાયુ માંગતી જ રહી છે. ક્યારે સ્રીની સાથે સાથેપુરૂષ  પણ આવી જ પ્રાર્થના કરતો થશે?! અમુક છુટા છવાયા કિસ્સા જાણવા મળે છે..બાકી?! શું દીર્ઘઆયુ એ પતિ માટે જ હોય છે?!

આવા સુંદર તહેવારનાં સંયોગ સમયે આજનાં સંદર્ભે તો દીર્ઘાયુ કરતાં દીર્ઘ પ્રેમ અને પ્રેમ ભર્યા સંસારની પ્રાર્થના જરૂરી. આજનાં સમયમાં જ્યારે બન્ને પતિ પત્નિ એકમેકને સહાયક બને છે, એકલા ઘરપરિવાર ચલાવે છે, તનાવયુક્ત નોકરી કરે છે, એકલે હાથે છોકરાઓને સંભાળે છે ત્યારે એ લોકો જેટલું પણ સાથે રહે, તેટલું મનભરીને માણીને રહે પ્રેમથી રહે એવી મનોકામના કરવી જોઈએ. 

આજનાં દિવસે ઉપવાસ ન થાય તો કંઈ નહીં પણ જો બે દિલ સારો એવો સમય સાથે પસાર કરે તો પણ એ આર્શીવાદ સમાન જ હોય છે. સગાસંબંધી પ્રેમથી મળે તો પણ એ ગીફ્ટ સમાન જ છે. હવે ક્યાં યુધ્ધો થાય છે અને પતિએ લડવા જવું પડે છે?! પણ હા, રોજ જ પતિ કામ પર જાય છે અને રાત ઢળે પાછો આવે છે. સાથે સમય વિતાવવાનો કે જમવાનો પણ સમય ભાગ્યે જ મળે છે તો પછી સૌભાગ્ય સાથે પ્રેમ ભર્યોસમય પસાર કરવાનું ભાગ્ય સાંપડે એનાથી વિશેષ ભાગ્ય જ શું?!

એ જ ગીફ્ટ, એ જ કુમકુમ, એ જ ભગવાનની સાથે સાથની પૂજા, એજ મહેંદી, એ જ શણગાર, જ મિષ્ડાન, એ જ પ્રસાદ અને એજ પ્રેમમયદીર્ઘઆયુની કામના અને એ જ ભગવાનનાં સાચા આર્શીવાદ. 

-ધારાભટ્ટ-યેવલે