family

પ્રેમથી ઉજવીએ તો?!

Posted on

સ્રીઓ તો હંમેશા પોતાના પતિ માટે દીર્ઘાયુ માંગતી જ રહી છે. ક્યારે સ્રીની સાથે સાથેપુરૂષ  પણ આવી જ પ્રાર્થના કરતો થશે?! અમુક છુટા છવાયા કિસ્સા જાણવા મળે છે..બાકી?! શું દીર્ઘઆયુ એ પતિ માટે જ હોય છે?!

આવા સુંદર તહેવારનાં સંયોગ સમયે આજનાં સંદર્ભે તો દીર્ઘાયુ કરતાં દીર્ઘ પ્રેમ અને પ્રેમ ભર્યા સંસારની પ્રાર્થના જરૂરી. આજનાં સમયમાં જ્યારે બન્ને પતિ પત્નિ એકમેકને સહાયક બને છે, એકલા ઘરપરિવાર ચલાવે છે, તનાવયુક્ત નોકરી કરે છે, એકલે હાથે છોકરાઓને સંભાળે છે ત્યારે એ લોકો જેટલું પણ સાથે રહે, તેટલું મનભરીને માણીને રહે પ્રેમથી રહે એવી મનોકામના કરવી જોઈએ. 

આજનાં દિવસે ઉપવાસ ન થાય તો કંઈ નહીં પણ જો બે દિલ સારો એવો સમય સાથે પસાર કરે તો પણ એ આર્શીવાદ સમાન જ હોય છે. સગાસંબંધી પ્રેમથી મળે તો પણ એ ગીફ્ટ સમાન જ છે. હવે ક્યાં યુધ્ધો થાય છે અને પતિએ લડવા જવું પડે છે?! પણ હા, રોજ જ પતિ કામ પર જાય છે અને રાત ઢળે પાછો આવે છે. સાથે સમય વિતાવવાનો કે જમવાનો પણ સમય ભાગ્યે જ મળે છે તો પછી સૌભાગ્ય સાથે પ્રેમ ભર્યોસમય પસાર કરવાનું ભાગ્ય સાંપડે એનાથી વિશેષ ભાગ્ય જ શું?!

એ જ ગીફ્ટ, એ જ કુમકુમ, એ જ ભગવાનની સાથે સાથની પૂજા, એજ મહેંદી, એ જ શણગાર, જ મિષ્ડાન, એ જ પ્રસાદ અને એજ પ્રેમમયદીર્ઘઆયુની કામના અને એ જ ભગવાનનાં સાચા આર્શીવાદ. 

-ધારાભટ્ટ-યેવલે

Advertisements

ટેરીફીક ટુ

Posted on Updated on

#funny bunny

ટેરીફીક ટુ (Terrific Two)

બધા અનુભવ હું પોતાના શેર નથી જ કરતી પણ આ વાત એ સૌને જરુર ગમશે. 

લેખની શરૂઆતમાં જ કહી દઉ મારે જ નહી તમારે બધાને પણ આવા ટેરીફીક નાના-મોટા અનુભવ થયા હશે, હેને? જરૂર કોમેન્ટસમા શેર કરજો.

While we try to teach our children all about life, our children teach us what life is all about

-Angela schwindt

કહેવાય છે કે, બાળકને કુદરતી રીતે જ ઉછરવા દ્યો….પણ (૧૦૦)સોમાંથી (૯૯)નવ્વાણુ વાર આ વાત પર વિચાર કરેલો હશે..અને અંતે જે થયુ એ અહીં લખુ છુ..

સંતાનમાં એક દિકરો છે. એ જ્યારે બીજા વર્ષમા પ્રવેશ્યો ત્યારે જેમ બધા કહે છે ને કે, બાળકના જન્મ બાદનુ બીજુ વર્ષ એટલે,”ટેરીફીક ટુ”, બસ, એવુ જ ફીલ થયેલુ. ધણાએ કહેલુ કે, જોજો હો, હવે તો પગ આવશે.. ધ્યાન રાખજો..તો વળી કોઈકે કહેલુ હવે.. “ટેન્ર્ટમ થ્રો કરશે” તો વળી કોઈકે કહેલુ ,જોજો સખત હેરાન કરશે પગ ભલે એને આવે પણ તમે પગ વાળીને નહી બેસી શકો!! અને થયુ પણ એવુ જ ..એના જન્મના એક વર્ષ પછી નો સમય એ ખરેખરો કસોટીનો હતો. એક તરફ પહેલા વર્ષની કેન્ડલને એણે ફૂંક મારી અને બે મહિનામા અમારી હવા નિકળી ગઈ!! વિદેશમા રહેવાથી, બાળકની સારસંભાળથી લઈને બધુ જ કરવાવાળી હુ એકલી જ અને આ કારણે સૌથી વધારે દોડભાગ મારે જ કરવી પડે.. પતિદેવ આવે એટલે એમની દોડાદોડી!! 

પગ આવ્યા એટલે દિકરાનુ આખા ધરમા દોડાદોડ ચાલુ..કિચન, ડ્રોઈંગરૂમ, બેડરૂમ બધેજ જાણે આતંકી હુમલો!! બેડરૂમમા ચાદર આખી ખેંચી કાઢે!! એ ઠીક કરવા જાઉ ત્યા કીચનના નીચેના કબાટોના વાસણોનો ઠગલો થઈ જાય!!એના હાથમા ટોય (રમકડુ)આપીને કીચન સમેટવા જાઉ ત્યાતો, ‘ધડામ!! ધડામ!!’ અવાજ સંભળાય!! પાછળ વળીને જોઉતો કોઈ નહી!!પણ કાલુ કાલુ હસતો ડ્રોઈંગરૂમમા રીમોટને ધોકો સમજી પછાડતો પકડાય, જાણે કહેતો હોય કે,’એ ટોયને(રમકડાને) પકડીને બેઠા બેઠા રમવાના દિવસો ગયા, મમ્મા’!! એને ના-ના કરુ એમ વધારે ધમા ધમ અને લઈ લેવા કરુ તો ‘દેકારો વત્તા ધડામ ધડામ!!’. 

ડ્રોઈંગ રૂમ તો જાણે ‘બોક્સીંગ રીંગ’ બની જાય અને સામેનો ખેલાડી તેઝ, નીડર, ચતુર, નવા દાવપેચ અજમાવવા વાળો તથા દરેક રૂલની અવગણા કરવાવાળો હુનરબાજ બની જાય!! જ્યારે પહેલો ખેલાડી એટલેકે ‘હુ’ એવુ મહેસુસ કરુ જાણે ‘એ સમયે ઘાંઘો બનીને એક્સપીરીયન્સડ ખેલાડી રીંગ મા બધા જ દાવપેચ ભૂલી ગયેલો ચીત્તાપાટ છે!!’ જાણે આ નવા ટેકટીક્સથી ‘ટોટલી કન્ફ્યુઝ’ થઈ ગયો છે!! અને પછી તો શુ??!! બસ ડીફેન્ડ જ કરે રાખવાનુ!!!

પતિદેવ ઘરે આવે એટલે શરૂ શરૂમા સુનામી શાંત હોય અને પપ્પાને એમ જ થાય કે, ‘ઓહો!! કેટલો ડાહ્યો દીકરો છે!!’ આપડે ગમે એટલુ એક્સપ્લેઈન કરીએ પણ..પિતાને એવુ લાગે જાણે પોતાની વાઈફ કોઈ બે વર્ષના બાળકની અને એની માઁની ‘એડવેન્ચરસ ટેલ’ કહે છે!! પણ થોડા દીવસોમા રૂટીન બદલાય અને પપ્પાને ખબર પડે કે, મારી વાઈફ સાચી છે! આ વીરગાથાએ આપડા ઘરમા ઘટાતી રોજની જ ઘટના છે!! અને પછી તો સુનામીની ખરેખરી પિતા પર પણ વિતે!! ઉપરથી મને કોમ્પ્લિમેન્ટ મળે કે,’ડીયર,એકલે હાથે કેમ સંભાળી લે છે?!’ એટલે મારે કહેવુ પડે..બસ, ડીફેન્સ કરીને!! અને બન્ને હસી પડીએ!!

પણ, આમ કેટલો વખત કાઢવો?! રાત્રે સતત ચોકી કરવી(અડધી ઉંધમાં હોઉ તોય)અને દિવસે સતત સજ્જ થયેલા સિપાહીની જેમ તૈયાર રહેવાનુ!! છતા કોઈના કોઈ ઉપાય તો શોધવો જ રહ્યો!! એટલે દીકરો ગાઢ નિંદરમાં હોય ત્યારે આ વિશે વાંચવાનુ શરૂ કર્યુ. થોડી નવરાશ મળતા મિત્રો, વડિલો, અને કઝીન્સને પૂછપરછ કરુ., પણ એ કરવુ ભારે પડ્યુ કારણકે બધાના અલગ અલગ અભિપ્રાય!! માટે કરવુ તો શુ?! એટલે પછી બન્નેએ બધુ જ છોડીને પહેલા તો પોતાને શાંત કર્યા. ઘરમા ફેરફાર કર્યા, જેમકે, કિચનમા નો એન્ટ્રી માટે ગેઈટ કરાવ્યો, બેડ માટે ફીટેડ બેડશીટ્સ લાવી, દરેક ખૂણે એટ્રેક્ટિવ ટોય્ઝ અને આલાર્મ રાખ્યા જેથી મુશ્કેલી થોભી થોભીને આવે.. વિગેરે વિગેરે!! પછી આ બોક્સરને રીંગમા કઈ રીતે માત દેવી એની યોજનાબધ્ધ તૈયારી શરૂ કરી કે ક્યાક ડીફેન્સ કરવુ, તો ક્યાક અટેક, ક્યાક પેશ્નસ (ધીરજ),તો ક્યાક તેઝતર્રાર, તો વળી ક્યાક જાતે જ હારીને ખુદ વીનર થવુ!! અને આ ખરેખર કામ આવ્યુ. એક ઉદાહરણ આપુ કે, પહેલા તો ફેઈક(ખોટુ) રીમોટ લાવ્યા, પણ પકડાઈ ગયા!! એટલે પાછુ ઝીરોથી શરૂ થયુ કે ..જો એના હાથમા રીમોટ હોય તો માગવુ નહી..પણ બીજી ગમતી વસ્તુની લાલચ દેખાડીને રીમોટ લેવાનો પ્રયત્ન કરવો!! અને જો એ ચતુર ખેલાડી આપડી પાસેથી બન્ને લઈલે તો દોડાદોડી કરી એને કન્ફ્યુઝ કરવો!! મોકો મળે ત્યારે રીમોટને અનઈન્ટરેસ્ટિગ સાબિત કરવુ, રીમોટ એની નજરથી દૂર રાખવુ અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ખોવાઈ ગયુ છે એવી એક્શન અને ઈમોશન સાથેની ફિલ્મ તૈયાર કરીને રાખવી!! અને સૌથી જરૂરી કે, ટેકટીક્સ બદલતા રહેવી નહીતર અસર થવાની શક્યતા ઓછી થઈ જશે!!

એકવાર રોવાની એ એક્ટિંગ કરી..પણ એ થોડા દિવસ જ ચાલ્યુ!! કા.કે થોડે દિવસે અમારા કરતા દીકરો એમા પાવરધો થઈ ગયો!!! અને ખૂબ અફસોસ થયો કે હવે તો આ લખેલુ ભૂસવુ રહ્યુ, બાપલા!! એને ભૂસતા તો નવનેજા પાણી ચડી ગયા!! એટલે પછી થી અમે પણ રૂલ્ઝ બનાવ્યા કે જે કરીએ એમા ખોટુ ના થાય..નહી તો, દે ધમ્મ!! રીબાઉન્ડ થઈને પાછુ આવશે!! હહાહા!!

આમ ને આમ એનુ ટેરીફીક યર પતતા પતતા અમે ટેરીફાઈડ થઈ ગયેલા!!

જીવનના અમુક અનુભવો ગમે તેટલા વાંચો પણ પોતે અનુભવીને જ સમજાય છે. ગમે તેટલા કિસ્સા સાંભળ્યા, મેગેઝીન,પેપરો ફેંદી વળ્યા..પણ એક વાત એ આખરે સમજાઈ કે દરેક બાળક અલગ છે, અને એ પોતાની રીતે અલગ છે!! માટે બીજાના અનુભવની ઓથ તો મળી રહે પણ બીજાના અનુભવ સો એ સો ટકા તો મારામા ફીટ નાંજ થાય!! માટે મારા બાળકને મારે એક અલગ અનોખા બાળકની જેમ જ સમજવુ પડશે. એની સાથે હસી મજાક કરીને હિંસા વગર જવાબદારીભર્યુ રહેવુ પડશે!! અને તો જ આ જીવનની મજા માણી શકાશે..

ટીલ નેક્સટ ટાઈમ..એન્જોય વીથ ફેમિલી

વાંચવા બદલ આભાર

-ધારાભટ્ટ-યેવલે

વેલેન્ટાઈન્સ ડે

Posted on

As you read this story on Story Mirror…sharing here too..

અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં એક ચારજણાનો ભારતીય પરિવાર રહે. પરિવારમા માતા-પિતા અને એમનાં દસ અને આઠ વર્ષની વયના બે દિકરાઓ. પરિવારમા માતા પિતા બન્ને જોબ કરે. વિદેશમાં મોઘી રહેણીકરણીને કારણે ઘરમાં પતિ-પત્ની બન્નેએ કામ કરવુ પડતુ હોય છે. અને વત્તા ઘરકામ પણ પોતપોતાનુ જાતે જ કરવાનુ હોય છે. ત્યાં કામવાળા ખૂબ જ મોંઘા અને મહા મહેનતે મળતા હોય છે. તો ઘરની તમામ જવાબદારીઓ પોતે પોતાના ખર્ચે જ કરવાની હોય છે.રીટા-અમોલ પટેલ દંપતિ ખૂબ મહેનતુ હતું. વિદેશમાં રહીને પણ પોતાના સંસ્કારનું સિંચન દિકરાઓમાં કરેલું. આનંદ અને ઉમંગ પણ સમજણા અને પ્રેમાળ છોકરાઓ હતા.

અમેરિકામા ‘વેલેન્ટાઈન્સ ડે’ ને ખૂબ સારી રીતે બધા ઉજવતા હોય છે. માટે વેલેન્ટાઈન્સના એક મહિના અગાઉ પરિવાર એક સન્ડેનાં ભેગો થયો. મુદ્દો હતો આ વખતે વેલેન્ટાઈન્સ ડે કેવી રીતે ઉજવવો? એ લોકો બધા ફેસ્ટિવલ કે સેલિબ્રેશન્સ અગાઉ એક નક્કી બજેટ પ્રમાણે તૈયારી કરતા. આ વખતે અમોલભાઈ એ કહ્યુ કે, બજેટ ટાઈટ છે, લાસ્ટ બે મહિનાથી ભારત એમના પપ્પાના ઈલાજ માટે પૈસા મોકલ્યા હોવાથી આવતા બે મહિનામા એક્સટ્રા ખર્ચા પોસીબલ નથી!” છોકરાઓ આ સાંભળીને હતાશ થઈ ગયા. કારણ કે દર વર્ષે એ લોકો ચારેય ખૂબ સરસ રીતે આ દિવસ ઉજવતા. એકબીજાને ગમતી ગીફ્ટસ અને સાથે ડીનરનો આનંદ અલગ જ રહેતો.

છોકરાઓ નિરાશ તો હતા પણ એમણે થોડીવાર ઘુસપુસ કરીને એક નાનકડો સૂજાવ આપ્યો. મોટા આનંદે કહ્યુ કે, ‘અમે બન્ને ભાઈઓ અમારી રીતે મહેનતથી કંઈ ફન્ડસમાં હેલ્પ કરીએ તો?’ નાની ઉંમરે થોડો મોટો પ્રશ્ન બન્ને એ માતા-પિતા સમક્ષ મૂકેલો! પણ અમેરિકામા છોકરાઓ કંઈક કરવા ઈચ્છે તો મા બાપ ટોકતા નથી! ઉલ્ટા એમને અનુભવ થશે અને પારિવારિક ભાવના વધશે એ ધ્યેયથી માતાપિતાએ હા પાડી દીધી! અને બધા રાતનું ભોજન કરી પોતપોતાના બેડરૂમ તરફ ચાલ્યા ગયા.

આ બાજુ માતાપિતા પણ ‘વેલેન્ટાઈન્સ ડે’ની ઉજવણીને ગુમાવા માગતા નહોતા. જો છોકરાઓ પ્રયાસ કરતા હોય તો પોતે પણ પ્રયાસ કરશે એમ વિચારે છે. આશરે ૪૦૦ ડોલરનો ખર્ચો થાય એવી શક્યતા હતી. માટે પટેલ દંપતિએ આવનારા ત્રણ અઠવાડિયા ટેકસીના બદલે ચાલીને કામ પર જવાનું નક્કી કર્યુ. ઓફિસ ઘરથી દોઢ કી.મી.જ દૂર હતી. સવાર સાંજનાં બન્નેનાં મળીને ત્રણ ત્રણ કી.મી અને ટોટલ છ કી.મી.નાં ડેઈલીનાં હિસાબે સો-સો ગણતા ટોટલ બસો ડોલર એ લોકો ત્રણ અઠવાડિયામા સેવ કરી શકે. આમ કરવાથી શારિરીક તંદુરસ્તી પણ જળવાઈ રહેશે.

બીજા ૨૦૦ ડોલર રીટા બહેન થોડા નાશ્તા બનાવીને બન્નેના ઓફિસના કર્મચારીઓને વહેંચવાની કોશિશ કરશે જેથી હિસાબનો મેળ પડી જાય.

હવે બન્ને ભાઈઓ એ સ્કૂલમાં ફન્ડરેઝર કરીને પૈસા ભેગા કરવા એવુ નક્કી કર્યુ.” ફન્ડરેઝરએ ત્યાંની સ્કૂલ્સમાં છોકરાઓને કોઈ પોતાની નાની નાની જરૂરત કે ચેરીટી અર્થે ભંડોળ ભેગું કરી શકે એ માટે હોય છે. એના માટે છોકરાઓ એ સ્કૂલને પ્રપોઝલ આપી અને પરમીશન મળતા ફન્ડરેઝર કરી શકતા હોય છે. બન્ને ભાઈઓ એ પ્લાન તૈયાર કર્યો અને અડધા ડોલરની ચોકલેટ એક ડોલરમા પોતાના બ્રેકનાં સમયમાં વહેંચવાની એવુ નક્કી કર્યુ. સમય હતો ત્રણ અઠવાડિયાનો. થોડા મિત્રો પણ મદદે જોડાણા. 

પહેલું અઠવાડિયું બધું જ પરિવારનું બરાબર ચાલ્યું. પણ બીજે અઠવાડિયે ઉતાવળમા ઓફિસથી ચાલતા આવતા રીટા બહેન પડી ગયા. એમને પગમાં ફ્રેક્ચર આવ્યું અને બે અઠવાડિયા પથારીમાં જ આરામ કરવાનું થયું. આ બનવાથી અમોલભાઈ અને છોકરાઓ હતાશ થઈ ગયા. રીટાબેનને ખૂબ દુઃખ હતુ પણ કશું કરી શકે એમ નહોતા.

છોકરાઓ પોતાનાં ફન્ડરેઝરમાં ધ્યાન આપતા અને અમોલભાઈ એ ચાલીને ઓફિસ જવાથી ૧૦૦ ડોલર બચશે તો છોકરાઓને કંઈક ગીફ્ટ આપશે એવું વિચાર્યુ.

‘વેલેન્ટાઈન ડે’નો દિવસ આવી ગયો. સાંજે બધા મળ્યા. રીટાબહેન હવે સ્વસ્થ હતા. ત્યાં અચાનક અમોલભાઈને ફોન આવ્યો કે તમારે ચારેય માટે ટેક્સી બુક થઈ છે અને ફેમસ ઈન્ડિયન વતન નામના રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ ડીનર માટેનું પણ આમંત્રણ છે. અમોલભાઈ એ આશ્ચર્ય સાથે ફરી પોતાના નામે જ બુકિંગ છે કે નહિ, ચકાસણી કરી! પણ સામેથી જવાબ મળ્ચો કે, ‘હા, એમનાં નામે જ બુકિંગ છે!’ બધાને ખૂબ આશ્ચર્ય થયું કે કોણે આ બુકિંગ કરાવ્યુ હશે? પણ બધા તૈયાર થઈને ટેક્સીમા બેસી રેસ્ટોરન્ટ પહોંચી ગયા. ટેક્સીના પણ પૈસા પ્રીપેઈડ છે એવું ડ્રાઈવરે જણાવ્યું. બધા અંદર જાય છે અને બુક્ડ ટેબલ પર એમનુ રેડ રોઝિસના બુકેથી સ્વાગત થાય છે! જમવાનું જે પણ ૧૫૦ ડોલરનું પ્રિપેઈડ હતુ તે બધું દરેકને મનગમતું પિરસવામાં આવ્યું હતું. સ્ટાટર્સથી લઈને ડેઝર્ટ સુધીનું.

યાદગાર ડીનર બાદ ટેબલ પર ચાર ગીફ્ટ મોકલાવવામાં આવે છે! એમાં છોકરાઓને મનપસંદ ૧૦૦—૧૦૦ ડોલરની ગીફ્ટ હતી અને એના પર હેતાળ મેસેજ હતો, “મારા વ્હાલા દીકરાઓ માટે!” – ફ્રમ ડેડ!

બીજા બે ગીફ્ટ રેપમાના એકમાં રીટા બહેનને મનગમતી લતા મંગેશકર કલેક્શન્સની મ્યુઝિક સીડીસનું પેકેટ અને બીજામાં અમોલભાઈને મનગમતું પરફ્યુમ ! જેની કિંમત આશરે ૧૦૦-૧૦૦ કરીને ૨૦૦ ડોલર હશે! નીચે લખેલુ હતું, “અમારા પ્રેમાળ માતા-પિતાને એમના મંગુ-નંદુ તરફથી !” એટલામાં હોટેલ મેનેજર આવીને રીટાબેનને બધી વ્યવસ્થા- ડીનર, ટેક્સી અને સરપ્રાઈઝ બરાબર હતું કે નહીં?! એની પૂછપરછ કરે છે! અને અમોલભાઈ અને છોકરાઓને આ બધું એમનાં મમ્મીએ અરેન્જ કરેલું એવું જણાવ્યું! બધા જ હર્ષથી આશ્ચર્યમાં ડૂબેલા હતા કે ઘરે બેઠાં કઈ રીતે પૈસાનુ મેનેજ થયું!? ત્યારે તેમણે કહ્યું કે, ઓફિસકામ ઘેર ઓનલાઈન કરવાનું જેમ પોતે રીટાબહેનેલઈ લીધેલું એમ જ એક્સટ્રા વન અવરનું કામ પણ ઘરેથી લીધેલુ જેમાંથી બધું વેળેવર મેનેજ થઈ ગયેલું ! આ બાજૂ અમોલભાઈ પણ ઓફિસે એક્સટ્રા કામ લેવાથી ઓવરટાઈમના પૈસાથી છોકરાઓ માટે ગીફ્ટ ખરીદી શક્યા ! અને બાળકોને ફન્ડરેઝરથી પહેલા બે વીકમા ૧૦૦ડોલર અને છેલ્લા વીકમા ૧૦૦ડોલર એમ મળીને ૨૦૦ ડોલર મળેલા ! વેલેન્ટાઈન માટે એ છોકરાઓ ફન્ડરેઝર કરે છે એવુ લોકોને જાણ થતા છેલ્લા અઠવાડિયામા ડબલ ફાયદો થયેલો!! બન્ને ભાઈઓએ પોતાના મોમ-ડેડને પ્યારભરી ગીફ્ટ દેવી એવુ નક્કી કરેલુ અને આજે નિકળતી વેળાએ એ ગીફ્ટ છૂપાવીને સાથે રાખેલી અને ડીનર બાદ ટેબલ પર મોકલાવાનુ મેનેજરને કીધેલું ! અમોલભાઈ એ પણ છૂપાવીને પોતાની સાથે ગીફ્ટ છોકરાઓની જેમજ લીધેલી અને સરપ્રાઈઝ રાખેલી ! આમ પ્રેમનો દિવસ ખૂબ જ આનંદ ઉમંગ અને અમૂલ્ય પ્રેમથી પત્યો ! બધા જ ખૂશીખૂશી ઘેર પાછા ફરે છે. વળતા રીટા બહેન બધાને આઈસ્ર્કિમની બોનસ ટ્રીટ પણ આપે છે.

વેલેન્ટાઈન્સ ડે એ પ્રેમ ની અભિવ્યક્તિનો અનેરો દિવસ છે. આમ તો રોજ જ આપડે આપડા પ્રિયજનો સાથે પ્રેમથી રહેતા હોઈએ છીએ પણ વર્ષમાં એક દિવસ આપડે એમના માટે કંઈક અનેરૂ કરીને પ્રેમ દર્શાવીએ તો કેવી સુંદર વાત બને?! આમ તો દરેક સંબંધ પ્રેમથી જોડાયેલો જ હોય છે પણ એ અનુભુતિ ને વાચા આપીને વ્યક્ત કરવાનો અવસર કોઈએ પણ કોઈ પણ રીલેશનમા ચૂકવો ના જોઈએ. વેલેન્ટાઈન્સ ડે પર આપણા દરેક પ્રિય વ્યક્તિને વીશ કરો. દુનિયામા તમામ ચાહવાવાળા આ દિવસે એક બીજાને મેસેજીસ દ્વારા, ફોન કે રૂબરૂ મળીને માણે છે.

આપ સૌને પ્રેમના દિવસ વેલેન્ટાઈન્સ ડે ની ખૂબ જ શુભેચ્છાઓ.

હેપી વેલેન્ટાઈન્સ ડે.

-ધારાભટ્ટ-યેવલે

  

યાદો ની ફેસબુક

Posted on Updated on

થોડા વર્ષો પહેલા ની વાત છે. અમારા ઘર થી થોડે દૂર એક ઝૂંપડા માં એક પરિવાર રહે. એ પરિવાર માં ચાર સદસ્ય. કુન્દન બેન, એમના વર, અને એમના બાળકો, એક  દિકરો અને એક દિકરી. કુન્દન બેન આજુ બાજુ ના ઘર માં વાસણ,કપડા, કચરા-પોતા નુ  કામ કરે  અને એમના વર મજૂરી કરે. એમ એમના ઘર નું ગુજરાણ ચાલે. અને છોકરાઓ શાળા માં ભણે.

કુન્દન બેન સાંજ નાં પાચ પછી કામ માટે ના નિકળે! કોઈ સાંજ ના વાસણ નાં ડબલ પૈસા આપી ને પણ કામ કરાવા ઈચ્છતા હોય તો બી એ ના કહી દે! મારા ઘેર પણ એ કામ કરતા. એક દિવસ મારે એમની પાસે થી માળિયુ સાફ કરાવુ હતુ. દિવસ દરમ્યાન ફૂરસત ન હોવા થી મે એમને સાંજે સાડા-ચાર પાંચ થતા આવવા નુ કહ્યુ. પણ સાંજે એમને નહી ફાવે, એમ  એમણે મને જણાવ્યુ. અને બપોરે એ આવશે એવુ જણાવ્યુ. ત્યારે તો મે એમને હા પાડેલી, પણ એવુ તો શું એમને જરૂરી કામ રહેતુ હશે? એમ મને થયુ.  અને હું ક્યાં મફત માં કરાવા ની હતી એમ પણ મન માં તર્ક કરવા લાગી.

એ જ દિવસે સાંજે મારે કુન્દન બેન નાં ધર પાસે થી નિકળવા નુ થયુ. મે જોયુ ઘર નાં ચારેય સદસ્યો  નીચે બેસી ને કશુક કરે છે. વાતાવરણ આનંદીત હતુ. મે કુન્દન બેન ને હાંક મારી ને બોલાવ્યા. મને જોઈ ને એમણે મને આવવા કહ્યુ. ઝૂંપડા ની બહાર એક ખાટલો ઢાળેલો હતો એના પર જઈ ને હું બેઠી. પાસે થી જોતા ખબર પડી કે એ લોકો માટી માં બોર્ડ ડ્રો કરી ને લુડો રમે છે! મે એમને કહ્યુ કે રમવા નુ ચાલુ રાખે અને મારી સાથે ઔપચારીકતા કરવા ની જરૂર નથી. થોડી વાર માં હું નીકળી ગઈ ત્યાંથી. બીજે દિવસે જ્યારે એ કામ ઊપર આવ્યા ત્યારે એમણે મને કહ્યુ કે ‘સવાર નાં પોત પોતાના કામે નિકળેલા અમે ચારેય, આખો દિવસ મળી ન શકતા હોવાથી સાંજ નાં સમયે બધા ભેગા મળી ને કોઈક પારિવારીક રમત રમીએ, કે કોઈ વાર છોકરાઓ એ દિવસ દરમ્યાન શુ કર્યુ એની વાત ચીત કરીએ. પણ બેન હું જો સાંજ નો સમય નાં સાચવી લઉ તો મારા પરિવાર સાથે નો સમય ગુમાવી બેસુ.’

સાવ સાચી વાત કહી ગયા કુન્દન બેન. પૈસો કમાતા રહેશુ, કામ નિકળતા જ રહેશે, ફેસબુક અને વોટ્સએપ નાં મિત્રો અને મેસેજીસ થોડી વાર આપડી રાહ જોઇ લેશે પણ પોતાના પરિવાર અને સંતાનો સાથે વિતાવેલો સમય કાયમ માટે પરિવાર ની યાદોં ની ફેસબુક ના એલ્બમ માં જગ્યા મેળવી લેશે. અને સમય જતા, જીવનભર ની અગણીત લાઈક અને કોમેન્ટસ નાં હકદાર બની જઈશુ.

-ધારા ભટ્ટ-યેવલે

‘ખી ચ ડી’ કે ‘ખીચડી??!!’

Posted on Updated on


‘ખી ચ ડી’  કે  ‘ખીચડી??!!’

આ એક માત્ર એવો કિસ્સો જેમાં અમારો પતિ-પત્નિ નો અભિપ્રાય જુદો-જુદો ઠરે અને થાળી અલગ પડે!!
મારા ધર માં બે પ્રકાર ની ખીચડી ‘એક જ ટંકે’ બને છે. એક આપડી ગુજરાતી સ્ટાઈલ ની જૂની અને જાણીતી ખીચડી અને બીજી મહારાષ્ટ્ર ની વિદર્ભી સ્ટાઈલ ની ‘ખી ચ ડી’..હા, એને મરાઠી માં એક એક અક્ષર છૂટો પાડી ને એમ જ બોલાય છે. અને ખાવા માં પણ, એ જ રીત ની હોય છે..છૂટી..જાણે વેજીટેબલ વગર નાં પુલાવ માં  છૂટી તુવેર દાળ ઊમેરી ને ખાતા હોઈએ એવી લાગે. બનાવવા માં પણ ડબલ મહેનત..કૂકર માં નહીં, પરફેકટ ટેસ્ટ માટે તો એલ્યુમીનીયમ નાં તવલા માં, પહેલા તુવેર ની દાળ ને ધીમે તાપે ચડાવવી પડે, જેને પલાળ્યા પછી ચઢતા લગભગ ૪૦-થી ૪૫ મીનીટ લાગે!! અને એ પછી ચોખા ઊમેરવાના, જેને ચઢી ને તૈયાર થતા અડધો કલાક થી પાંત્રીસ મીનીટ લાગે!! માટે આ ‘ખી ચ ડી’.. જ્યારે દુનિયાભર માં ‘ખીચડી’ એટલે.. જેમ લખીએ, એમ જ બોલાય ..બનાવવા માં પણ સરળ. દાળ-ચોખા બન્ને ને ભેગા કરી, ખૂબ જ સરળતા થી રાઈ, લાલ મરચા અને હીંગ નો વઘાર કરી, કૂકર માં ચઢવા મૂકી દેવાના..ચઢ્યા પછી એ એવા તો એક- મેક માં ભળી ને એક થઈ જાય જાણે કોઈ દિવસ છૂટા જ નહોતા પડ્યા!! માટે આ છે ખીચડી!!
પણ લગ્ન બાદ આ ‘વિશેષ’ ‘ખી ચ ડી’ નામનો એક પ્રકાર છે, એ પણ ખબર પડી!! લગ્ન બાદ પહેલી વાર ખીચડી બનાવી તો હું ભોંઠી પડેલી!! બધા એ કોઈ પણ પ્રકાર નાં પ્રતિભાવ વગર ખાઈ લીધેલી!! પણ, હસબન્ડ સિવાય, બધા ને આશ્ચર્ય થયેલુ કે તમારે ત્યાં આવી ‘ખી ચ ડી’ બને?? અને મે પણ પૂરા આત્મવિશ્વાસ સાથે કહેલુ કે,”હા, આ જ અમારી ફેમસ ખીચડી!!” પણ પહેલી વાર ખબર નાં પડી એ બીજી વાર માં પડી!  સાસરે બીજી વાર નણંદે ‘ખી ચ ડી’ ખવડાવી પછી ખબર પડેલી કે ઓહો .. હો!! આ ‘અહીં’ ની ‘ખીચડી’….અરે ન્ ન્ ના.. આ તો…
‘ખી ચ ડી.’
અમારા ઘરે દસ-બાર દિવસે એક વાર ખીચડી બને.
અમારા ઘર માં ખીચડી કહેતા ની સાથે જ હમણા થોડા સમય થી ‘ખીચડી’ અને ‘ખી ચ ડી’ એમ ‘બન્ને’ બને છે!..એક મારી ખીચડી  અને બીજી હસબન્ડ અને દિકરા ની પ્રિય ખી ચ ડી!!  થોડા સમય થી એટલે કા.કે ..૧૪ વર્ષ સુધી મે ‘ખી ચ ડી’ જ ખાધી.. સિવાય કે છૂટા છવાયાપ્રસંગે એવુ બન્યુ હોય કે મે ખીચડી ખાધી હોય!! પણ એક વાર હું માંદી પડી અને મને કોઇ જ વસ્તુ ન ભાવે!! ત્યારે ખીચડી બનાવી ને આરોગી. એ સમયે જાણે ચિર આનંદ ને પ્રાપ્ત કરવા સીતાજી નાં વનવાસ ને જાણે ફરી રામ રાજ્ય નું સુખ મળ્યુ હોય એવો અનંત આનંદ પેટ ને પ્રાપ્ત થયેલો!! ત્યારે થયુ કે પહેલી વાર સાસરે ખીચડી બનાવી ને જે આત્મવિશ્વાસ દાખવેલો , એ લેશ માત્રય ખોટો ન હતો!! આમ તો મને દરરેક મરાઠી વાનગી ભાવે..પણ ‘ખી ચ ડી’ નું નામ આવતા  ‘ખી ચ’ ચઢે, લુક ચેઈન્જ થઈ જાય!..
ખરેખર જોઉં તો ખાસ્સો સમય મે એ ખાધેલી..એમ વિચારી ને કે બે- બે અલગ-અલગ ક્યાં બનાવવી?? અને હું હસબન્ડ ને કહીશ કે,’ મને ન ભાવે’ તો એને કેવુ લાગશે?? પણ ધણા વર્ષે ખીચડી ને ખાધી તો થયુ કે આટલી સ્વાદિષ્ટ, હલકીફૂલ ને આનંદપ્રદાન કરવા વાળી વાનગી ને કેમ કોઈ નકારે?? માટે ‘ખી ચ ડી’ ને વિદાય આપી ને કૂકર વાળી ખીચડી બનાવવા ની શરૂ કરી. પહેલા-પહેલા ‘બન્ને’- દિકરો અને હબી કંઈ બોલે નહીં, પણ, ‘ખીચડી’ નું નામ આવતા જ ચહેરા સાવ ઊતરી જાય!! અને પ્રતિભાવ..પરાણે જાણે દિવેલ પીવડાવ્યા હોય એવો!! થાળી પીરસીયે એટલે ..ચહેરા જોવા જેવા!! કોળિયો માંડ – માંડ મોં માં પહોંચે!! અને ખાતા-ખાતા ડાયમંડ નાં બદલે પત્થર મળ્યા સમાન બન્ને મારી સામે(ઘૂરકે)જૂએ!! અને હું પણ વળી ચાર આંખે બન્ને સામુ જોઈ ને આંખો માં-આંખો પરોવી  ને કહુ કે,’ઓહ!! ડોન્ટ ગીવ મી ધેટ લુક! ‘ લગભગ ૮-૧૦ વાર આવુ થયુ..માટે અગિયાર મી વાર હું કંટાળી!! થાળી માં ખીચડી પીરસી.. અને..જેવુ ફરી એ જ લુક દેખાયુ તો..આ વખતે મારા થી ન રહેવાયુ.. મે વળી બધો ઊભરો ઠાલવી દીધો કે, ‘મે આટલો વખત આટલા પ્રેમ થી ‘ખી ચ ડી’ ખાધી અને તમે આવુ કરો છો??!! એ દિવસે તો બન્ને ચૂપચાપ ખીચડી ખાઈ ગ્યા!! પણ ૧૨ મી વાર ખીચડી નું નામ આવતા જ ધર માં જમતા પહેલા જલ્દી થી ફેર બદલ જોવા મળે.. ખીસડી પીરસાય અને દિકરો બે-ચાર વાંચવા ની ચોપડીઓ લઈ આવે, અને વળી હસબન્ડ ‘મેડિટેટિવ મ્યુઝિક’  લગાવે..અને પછી ફટાફટ ખીચડી પતાવે.. મને લાગ્યુ ખીચડી ભાવે છે!! પણ ચૌદમી વેળા એ નારી સહજ સ્વભાવ નાં કારણે મને ચકાસવા નું મન થયુ! ખીચડી ખાતા  દિકરા અને હસબન્ડ ને અચાનક એક જ પ્રશ્ન પૂછ્યો કે, ખીચડી કેવી છે?? બન્ને એ કોળિયો મોં માં મૂકતા-મૂકતા નજર મારી સામે કરી અને જે પ્રતિભાવ બતાવ્યો ..ઊફ, એ જોઈ ને હું ફરી કહી ના શકી કે..’ડોન્ટ ગીવ મી ધેટ લુક.’.પણ.. પંદરમી વાર થી ‘ખીચડી’ અને ‘ખી ચ ડી’ ‘બન્ને’ બનાવવા લાગી!!  અને મારા ધર માં ફરી ‘ખી ચ ડી’ નાં નામ ની “ખીચ” ઊતરી!! ‘ખી ચ ડી’ ની રેસિપી ગૂગલ પણ શોધી ને હારી જશે એ ‘ખી ચ ડી’ સાથે આજે ફરી  જગ વિખ્યાત ‘ખીચડી’ પણ મારા ઘરે બનશે..જોડાવું છે કોઈ ને?

મે મહેસુસ કર્યુ  છે કે, ધણી વાર અમુક વસ્તુઓ ખાસ કરી ને ખાવા-પીવા ની, એ તમારી આત્મા સાથે કંડારાય ગઈ હોય છે.  એ ગમે તે પ્રયત્ન કરો, પણ ના ભૂંસી શકાય!
અને ચેઈન્જ કરવા ની  ખરેખર જરૂર પણ શું છે?  માટે મેં વિચાર્યુ ‘કેમ ન આ બન્ને પ્રકાર એક જ સાથે બનાવવા?’ શું કામ બન્ને માં થી એક-એ પોતાની જાત ને એ ‘આહ્લદક આનંદ’ થી વંચિત રાખવા? કેમ ખીચડી અને ખી ચ ડી “બન્ને” એક સાથે ટેબલ પર ન આવે?? આમ કરવા થી બન્ને ને કેટલી ખુશી મળે છે?!  આખરે ધર ને ખુશ રાખવા નો  રસ્તો
ધરનાં ના પેટ થી જ તો જાય છે ને??

છેલ્લે મારા ધર માં ‘ખીચડી’ અને ‘ખી ચ ડી’ પોત-પોતાને ન્યાય મળવા થી અનહદ ખુશ છે.

-ધારાભટ્ટ – યેવલે

સ્વિસ એક્સપ્રેસ-૬

Posted on

image


સ્વિસ-પેરિસ

સ્વિસ એક્સપ્રેસ-૬
‘આદત’ થી ‘સંસ્કાર’

સ્વિટ્ઝર્લેન્ડ નું રેલ નેટવર્ક તો વખાણવા લાયક છે જ પણ ત્યાં નાં રેલવે સ્ટેશનો પણ કાંઇ કમ નથી! ત્યા નાં ‘મેઈન સ્ટેશનો’ ને એ લોકો ‘રેલ સીટીઝ’ કહે છે! જ્યાં કોઈ પણ સમયે પહોંચીએ યાત્રીઓ તથા પ્રવાસીઓ માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટિકિટ કાઉન્ટર, લગેજ ડીપોઞીટ,મની એક્સચેન્જ,વાઈ-ફાઈ, હેન્ડીકેપ્ટ લોકો માટે મફત સુવિધા..વિગેરે બધુ જ ‘સારી કંડીશન’ માં મિનિટો માં ઊપલબ્ધ છે. હવે મન માં આપણ ને એમ પણ થાય કે આ બધુ હવે ભારત માં પણ છે..એ સાચી વાત પણ ધણી મુશ્કેલી વેઠી આ સુવિધાઓ સ્ટેશન પર મળે છે. ખેર, ધીરે-ધીરે સુધારા થશે.

સૌથી મહત્વ ની વાત કરુ તો સ્ટેશન અને ટ્રેન ની અંદર જે સફાઈ પ્રત્યે ની માવજત અને દરકાર છે એ જાણે, એ લોકો માં નાં મૂળભૂત સંસ્કાર દર્શાવે છે. આ બાબતે પુરાવા માટે મારો એક અનુભવ કહુ. ચોખ્ખાઈ ને હુ હંમેશા પ્રાથમિકતા આપુ છુ..ત્યા સુધી કે કાર માં સફર કરતા હોય કે ટ્રેન અને બસ માં, એક ત્રેશબેગ સાથે કેરી કરુ. ધરમાં જ નહી બહાર પણ અમારા દ્વારા ગંદગી ન થવી જોઈએ એનુ ધ્યાન રાખુ! પણ આની ઊપર ની એક સ્ટેપ હુ સ્વિટ્ઝર્લેન્ડ માં ટ્રેન પ્રવાસ દરમિયાન શીખી.

બર્ન થી જિનીવા અમે જઈ રહ્યા હતા. હું વાતો માં મશગુલ હતી. વાતો કરતા-કરતા મારો પગ સહજ લાંબો થયો અને સામેની ખાલી સીટ પર લેન્ડ થયો. આ કન્ડીશન માં હજુ બે મિનિટ જ થઈ હશે કે.. બાજુ ની સીટ પર બેઠેલા ૭૦ વર્ષ નાં સ્વિસ દાદા-દાદી માં ના ‘દાદા’ એ આવી ને મને પગ નીચે મૂકવા ની રીક્વેસ્ટ કરી! મને કહે કે, દિકરી, આ રેલ્વે માં આખી જીંદગી કામ કરી ને જાત ઘસી કાઢી છે. આને કોઈ ગંદુ કરે તો મારા થી રહેવાતુ નથી! પછી તો મૈં આખી ટ્રીપ દરમ્યાન આ વાત નુ ધ્યાન રાખ્યુ!

આવી જ ભાવના દરેક ભારતીય નાં મન માં આવે તો આપડે ત્યાં પણ ચોખ્ખાઈ ની સમસ્યા નો ઉકેલ આવી જાય. બાકી ઘણી વાર કોઈ ને ચોખ્ખાઇ ની શીખામણ આપવા જઈએ તો ‘ઊલટા ચોર કોટવાલ કો’ ની સમસ્યા ઊભી થઈ જાય છે! આપડે ત્યાં બધા એ જાગરૂક રહેવુ પડશે. એક-બીજા ને આવા કામો માટે બિરદાવા પડશે. આજે શરૂ કરીશુ તો ધીરે-ધીરે ‘આદત’ બનશે, અને આદત આખરે ‘સંસ્કાર’.

-ધારાભટ્ટ-યેવલે

मेड बाइ माय वाइफ

Posted on Updated on

Dear Frds, Sorry if there are any grammatical errors.. Difficult to type in Hindi.. As I don’t have a proper Hindi pad! This post of mine can be best enjoyed in Hindi apart from Gujarati..so, I hope u all will like it.. Thank u. 

मेड बाइ माय वाइफ

दुनिया में कहीं भी जाए हम भारतीयों की एक ख़ासियत है, वह यह की,हम चाहे कहीं भी रहें अपने संस्कार और अपना भारतीय भोजन नहीं छोड़ सकते। हम में से कई लोग ऐसे है जिनको नौकरी या कारोबार से जुड़े हुए कारणों से भारत छोड़कर विदेश आना पड़ा हो। मेरी प्यारी सहेलियाँ,मेरे सगे-संबंधी सभी मेरी इस बात से ज़रूर सहमत होंगे की, लाखोपति की बेटी हो या करोड़पति की, अगर उसे साउदी अरब और उसमें भी यानबू आना पड़े तो वह खाना बनाने में एक्सपर्ट बन ही जाती है। उसका कारण यह है की शुद्ध शाकाहारी भोजन के नाम पर २-४ चीज़ें ही उपलब्ध है! २-५ साल यहाँ गुज़ारने पर  रेस्टोरेंट में जाते ही हमारी शक्ल देखकर शेफ़ ऑर्डर लेने ही नहीं आता!बल्कि सीधा खाना ही भिजवा देता है! ख़ैर,हम ठहरे भारतीय लोग, जब तक खाने में नित नये चटाकेदार व्यंजन न हो तब तक ‘पेट भरता है पर मन नहीं’! रोज़ शाम होते ही चाट, गोलगप्पे , भेल, वडा-पाँव इत्यादि व्यंजन नज़र के सामने दौड़ने लग जाते है! लेकिन इन ख़याली पुलावों पर कितने दिन निकल सकते है? इसलिए इसे हक़ीक़त का रुप देने के लिए पाक कला को उजागर करना ही पड़ता है। 
वैस खाना बनाना तो जैसे हर भारतीय नारी के ख़ून में ही है लेकिन साहब, ढेर सारे नौकर और दो-दो रसोइयों वाले घर को छोड़कर आइ हुइ बेटी या बहू को प्रेक्टिकल करने के मौक़े तो बहुत कम ही आए होते होंगे! लेकिन समय को ध्यान में रखकर यह गृहिणी सफल होने के मक्कम इरादे के साथ रसोइ मे अपना आगमन करती है, और इसतरह लक्ष्मी जी का सही मायनों मे रसोइ में गृह प्रवेश होता है! जिस तरह छोटा बालक पहेले धीरे-धीरे चलना और फिर दौड़ना सिखता है उसी प्रकार यह गृहिणी पहेले आसान से व्यंजन और फिर देश-विदेश के व्यंजन बनाना सिख जाती है!
लेकिन रसोई की महारानी बनने के इस सफ़र मे घर के सदस्यों का ..ख़ासकर पति और बच्चों का प्रोत्साहन भी दाद देने लायक होता है! शुरुआत के प्रयोगों में जलें हुए, बिना स्वाद के यहाँ तक कि कच्चे व्यंजन भी यह कहकर होसला बढ़ाते हुए खा लेते हैं कि ” तुम अपने प्रयासों को मत छोड़ना, अगली बार ज़रूर अच्छा बनेगा! जानी और महेसुस की हुइ इस आपदा की परिस्थिति में प्रोत्साहन भरें इन शब्दों को जब सुनती है, तो रसोइ की महा रानी बनने के इन प्रयासों में यह “भारतीय नारी कभी न हारी” के द्रिढ निश्चय के साथ आगे कूच करती है! यु-ट्युब पर के व्यंजनों के व्हिडिओज, व्यंजनों के टिव्हि शोज़, व्यंजन पुस्तकें, मित्रों की सलाह तथा बुज़ुर्गों का अनुभव ऐसी सभी चीज़ों को अपने प्रयासों मे जुड़ देती है! 
और आख़िर मे सजा हुआ सफल व्यंजन फिर से एक बार टेस्ट करने केलिए टेबल पर सजाया जाता है! लेकिन इस बार पति का प्रतिभाव कैसा रहेता होगा? “मेड इन इन्डिया” का टेग पढ़कर अपने ह्रदय में जो गर्व अनुभव होता है बस, वैसा ही अनुभव, व्यंजन के इस फ़ोटो को ‘फ़ेसबुक’ पर “मेड बाय माय वाइफ़” के ‘स्टेटस’ को ‘अपडेट’ करते हुए पति को होता हैं! 
– घाराभट्ट-येवले