મહારાષ્ર્ટ

મકર સંક્રાંતિ

Posted on Updated on

વડીલો પાસે થી સાંભળેલુ આ પ્રમાણે..ભૂલચૂક માફ કરજો..


મકર સંક્રાંતિ

ભારત થી બધા નાં વ્હોટ્સ મેસેજીસ અને મકરક્રાંતિ અને ઉત્તરાયણ ની શુભેચ્છા પાઠવતા સંદેશા આજે સવાર પડતા જ શરૂ થઇ ગયેલા! કોઇ કોઇ તો ૨ દિવસ પહેલા થી મોકલતા હતા!
પણ ખરેખર આવતી કાલે છે, મકરસંક્રાંતિ! અમે કાલે જ ઉજવવા નાં છીએ. પણ કોઇ નુ ય મન નાં દુખે માટે મેં પણ બધા ને વિશ કરી દીધુ!
પણ વિચારવા જેવુ કે ૧૪જાન્યુઆરી નાં બદલે આ વખતે ૧૫ તારીખે કેમ છે મકર સંક્રાંતિ?! તો એની પાછળ છે ખગોળિય અને જ્યોતિષીય ધટના. કહેવાય છે કે સૂર્ય નું ઉત્તર દિશા તરફ નું પ્રયાણ થાય અને સૂર્યદેવ નું  મકર રાશિ માં પ્રવેશ થવાનુ, આ ઘટના ને મકરસંક્રાંતિ કહેવાય. સંક્રાંતિ બેસવા થી લઈ ને ૧૬ કલાક નો સમય એ જ ખરી સંક્રાંતિ. વળી જો સંક્રાંતિ સાંજે બેસે તો પુણ્યકાલ(પવિત્રસ્નાન સમય) એ સૂર્યોદય થી ૪-૫ કલાક હોય એટલે કે, સૂર્ય નાં ઉદય પછી જ બધા માંગલીક પ્રસંગો કરવા, જેમ કે પુણ્યસ્નાન, નિવેદ ધરવા, પૂજા, દાન વિગેરે. અને આ વખતે મકરસંક્રાંતિ ની ઘટના લગભગ આજે રાત્રે ૧૧:૪૫-૧૨:૦૧ દરમ્યાન માં ઘટશે. અને માટે મકરસંક્રાંતિ કાલે ઉજવાશે.

મારી દ્રષ્ટી એ આ સમય છે ચેઇન્જ નો. સૂર્ય સ્થિર રહી ને જાણે ધરતી ને ઘોળે છે! અને જે લાઈફ ચેન્જિસ અને નેચર ચેન્જિસ આવે છે, એને આપડે  ધરતી પર રહેતા લોકો સેલિબ્રેટ કરીએ છીએ. જો આ મૂવમેન્ટ માં ચેઈન્જ નાં આવે તો ધરતી પર નું જીવન દૂભર બને.મકરસંક્રાંતિ થી દિવસો મોટા અને રાત નાની બને છે.

પૌરાણીક ઘણી કથાઓ પ્રચલીત છે એમાં ની ખાસ કહુ તો,

૧)સૂર્ય જેવો મહાન ગ્રહ પણ આ દિને બધા જ વેર-ઝેર ભૂલી પોતાના પુત્ર શનિ નાં ધરે એને મળવા જાય છે! અને આ બન્ને નાં મળવા થી જે ખુશી નુ વાતાવરણ છવાઇ જાય છે, એ એક ‘સુખદ ચેઈન્જ કે મૂવમેન્ટ’ છે.

૨)દેવતાઓ ની રાત અને સૂવા નો  સમય સમાપ્ત થાય છે. મકરસંક્રાંતિ થી દેવતાઓ નો ૬ મહિના નો દિવસ શરૂ થાય છે.
આદિવસે મળેલુ મોત જન્મ-મરણ નાં બંધન માંથી મુક્તિ અપાવનારુ હોય છે. માટે પિતામહ ભિષ્મે આ દિવસ ની રાહ જોઈ ને આ દિવસે મૌત માંગેલુ.

૩)માઁ ગંગા આ દિવસે ભાગીરથ મુનિ નાં પૂર્વજો નાં કલ્યાણ અર્થે મુનિ ને અનુસરી ને આવેલા અને સાગર માં સમાઇ ગયેલા.   માટે ગંગા સ્નાન તથા સંગમ સ્નાન નું પણ સંક્રાતિ પર મહત્વ છે.

મહારાષ્ર્ટ માં આ દિવસે મહિલાઓ ખાસ કરી ને કાળા રંગ ના વસ્ર પહેરી ને(જેને શુભ મનાય છે આ દિવસે) અને એક બીજા ને હલ્દી-કુમકુમ લગાડી શુભેચ્છા પાઠવી, ભેટ આપી ને ઉજવે છે. કાળો કલર ઠંડી માં શરીરને ગરમ રાખે છે, માટે કાળો કલર પહેરવા માં આવે છે.  આ દિવસે તલ અને ગોળ થી બનાવેલી વસ્તુ પણ એક બીજા ને આપવા માં આવે છે. આની સાથે એક પ્રચલિત શુભેચ્છા પણ દેવા માં આવે છે કે”તિલ ગુડ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા” મતલબ કે “ગળ્યુ ખાઈ ને ગળ્યુ બોલો” પતંગ પણ લોકો ચગાવે છે.

ગુજરાત માં પણ મકરસંક્રાંતિ નાં દિવસે પુજા, દાન નું મહત્વ છે. સાથે ઊંધીયુ, જલેબી, તલ નાં લાડુ, મમરાનાં લાડુ, બોર, શેરડી, પોપટા, વિગેરે સીઝન પ્રમાણે ખવાય છે. અને સૌથી મજા પતંગ પ્રેમીઓ પતંગ ઉડાડી ને  મકરસંક્રાતિ નાં આ તહેવાર ને માણે છે.

તો ચાલો, આપડે સૌ ખાઈ, પીને, પતંગ ઉડાડી ને મોજ થી આ  મકરસંક્રાંતિ નો તહેવાર ઉજવીએ.

-ધારાભટ્ટ-યેવલે