જંગલ મેં મંગલ

Posted on


જંગલ મેં મંગલ

પોતાની જાત ને પ્રોત્સાહિત કરવા આપડા ઈતિહાસ માં અનેક મહિલાઓ ના કિસ્સાઓ છે..પણ, આજ-કાલ નાં ફાસ્ટ જમાના ની વાત કરું તો કૈટિ પેરિ નો ‘રોર ‘ નામનો મ્યુઝિક વિડિયો જોઇને પણ ખાસ્સું એવું પ્રોત્સાહન મળે!

હા..ભારત છોડી ને વિદેશ આવ્યા હોય ત્યારે આવું જ કાંઇક દ્રશ્ય નજર સામે આવી ને ઉભું રહે! એવું લાગે જાણે ‘જંગલ ‘ માં આવી ગયા હોય! શરૂઆત માં જરાય ન ગમે. દર ૨-૩ દિવસે ધરનાં ની યાદ આવે અને પોતાના ર્નિણય ઉપર વારંવાર પ્રશ્ન ઉઠે!

હિંમત જ્યારે જવાબ દઇ દે ત્યારે સંકટ સમય ની સાંકળ સમાન મા-બાપ ની સીખ યાદ આવે કે,” બેટા, ગમે તેવી પરિસ્થિતિ આવે હિંમત નૈ હારતી અને બીજી સીખ કે બેટા, પરિવાર માં કે સમાજ માં હળ-મળી ને રહી એક-બીજા ને મદદરૂપ થવું અને એકલા નૈ ખાવુ- લોકો ની મહેમાનગતિ કરજે એમને મન મૂકી ને ખવડાવજે” બસ..પછી શું? આ તો રામબાણ ઈલાજ!

ધીરે-ધીરે અહીં રહેતા ભારતીયો માં ભળતા થઈએ અને આમ, જીવિત મડદા માં જાન  ફૂંકાય! એક-બીજા નાં ધરે જવાં-આવવા નો સિલસિલો શરૂ થાય. ભારતીયો ની મહેમાનગતિ તો દુનિયાયાભર માં વખણાય, એનાં ક્લાસિસ આપડે ન લેવા પડે!  મુલાકાત દરમ્યાન સમજાય કે આપડે તો એક જ વહાણ નાં મુસાફર છીએ, કોઇ વહેલા તો કોઇ મોડા ચડ્યા છીએ!

અંતે જાતે માગેલો આ વનવાસ કે જંગલવાસ અનુસાશન, એકનિષ્ઠા અને પરિશ્રમ ની તપસ્યા સાથે અને છેલ્લે મિત્રો નાં સહકાર થી મંગલમય બની જાય.

ધારાભટ્ટ-યેવલે

Leave a comment