આદત

ફ્રિઝ વગર રહી શકાય?!

Posted on Updated on

ફ્રિઝ વગર રહી શકાય?!
ફ્રિઝ.. એમ કહેતા જ ઠંડકનો અહેસાસ થાય..અને એની છાઁવમાં આજની ગૃહિણીને કે વડિલો એકલા રહેતા હોય તેમને કે આજની લાઈફસ્ટાઈલમાં કોઈ પણ માણસને કંઈ, કોઈ જ અડચણ નથી! કોઈ આપડે ઘરે આવે કે આપડે ઘરે પહોંચીએ ત્યારે સૌથી પહેલાં ફ્રિઝ ખોલવામાં આવે! હોય છે ને એવું?! ભરપૂર ફાયદાઓ પણ છે અને અમુક ગેરલાભ પણ!

અઠવાડિયાનું શાક ભરવાનું હોય કે, દૂધને ફ્રિઝમાં સ્ટોર કરવાનું હોય, દહીં,માખણ,કે પછી કોઈ આવે ગ્યે પેશ થતા ઠંડા પીણા કે પાણી અથવા ફ્રિઝરનો બરફ, અને ફ્રિઝરમાં મૂકાતી વસ્તુઓ હોય! મને ઘણીવાર વિચાર આવે કે પહેલાં જ્યારે ફ્રિઝ નહોતું ત્યારે બધા કઈ રીતે રહેતાં હશે?! કોઈ કોઈ વાર લોકો કહે તેમ હું પણ માની લઉં છું કે,’પહેલાં એટલી ગરમી નહોતી પડતી!’ પણ ખરેખર વિચારી જુઓ કે ફ્રિઝ ના હોય તો?!
હા, તો આ વખતે અમે આવ્ચા અને ખબર પડી કે ફ્રિઝ નથી ચાલતું!! તો પછી હવે?! પહેલાં તો થયું ફ્રિઝ વગર કઈ રીતે મેનેજ કરીશું?! પણ પછી થયું એમાં શું? કંઈક નવું શીખીશું અને જૂનાને મમળાવીશું, એક્સપીરીયન્સ મળશે..અને જ્યારે કોઈ કહેશે કે ફ્રિઝ નથી કે બંધ પડ્યું તો એ માણસને બહેતર સમજી સકીશું! થયું પણ એવું જ! પણ એક વાત કહું, બે-ત્રણ દિવસ થોડી અડચણ ખરેખર લાગી..સૌથી પહેલાં તો ફ્રિઝનો અવાજ જ ખૂબ મીસીંગ લાગે..જાણે સાવ ખાલી ઓરડાંમાં બેઠા હોય પણ એ થોડી થોડી વારે પોતાનાં ઈલેક્ર્ટોનીક અવાજથી હાજરી પૂરાવતુંં હોય! અને અચાનક જાણે સાવ સુનું?! અને થયા કરે, હાજર તો છે પણ નથી?!
પણ પછી ધીરે ધીરે ફાવી ગયું! નાની નાની વસ્તુઓ પર ધ્યાન ગયું, જેમ કે, જરૂરત પ્રમાણે જ દૂધ શાક-ભાજી લાવવા, રોજનું રોજ તાજું શાક લાવવું, વાહન પણ બગડેલાં તો ચાલીને જવું આવવું જેથી કસરત પણ થાય અને ફ્રેશ શાક-ભાજી આવે! અમૂક પ્રકારનાં શાક એ ૧-૨ દિવસ ફ્રિઝ વગર ટકે, અમુક તરત વાપરવા પડે વગેરે! દૂધ રાતભર કઈ રીતે બગડ્યા વગર રખાય અને ફેંકવા કરતાં મેળવી દેવું! છાશ સહેજ ખાટી થઈ જાય તો નાની કેવાં રાત્રે ઢોકળાંનું પલાળતાં, અને સવારે ફ્રેશ ઢોકળા બનતાં એવી વાતોનું યાદ આવવું! કદાચ આવું જ કારણ હશે કે, ફ્રિઝ પહેલાનાં સમયમાં જમવાનાં,ચાનાં,માપમાં દૂધ,છાશ કે દહીં લાવવાનાં, સમય પણ ફીક્સ રહેતાં. જ્યારે આજનાં સમયમાં બ્રેકફાસ્ટ પણ લંચનાં સમયે લેવાય અને આપણે બે-અઢી વાગે બ્રન્ચ લઈ શકાય!આપણને ગમે એમ રહી શકાય! સારું કે નહીં એતો આપણે પોતે જ નક્કી કરવાનું હોય છે!
જોઈએ તો હું એ જનરેશનમાં જન્મી કહેવાવ જે ફ્રિઝ બોર્ન છે ! અને આ બધું સાંભળેલું મતલબ કે પ્રેકટિકલ કરવાનો સમય ન આવેલો! પણ કહે છેને કે ‘માથે પડે એટલે માણસ શીખી જાય!’ તો બસ એવું જ.
આજે જ્યારે ફ્રિઝ ચાલું થયું તો એમ કહી શકું છું અને પરિસ્થિતિ એવી છે કે..હોય તોય શું ને ન હોય તોય શું?! અનુભવનાં અંતે એમ કહી શકાય કે,આપણને વસ્તુઓની ટેવ પડી જતી હોય છે, એનાં વગર રહી જ ન શકાય એવું હોતું નથી! બાકી આ અનુભવે એટલી તો સો ટકા ખાત્રી થઈ કે, “ઓક્સીજન વગર માણસ મરી જાય, ફ્રિઝ વગર નહીં!! “😊
પણ આ જ્ઞાન સ્વઅનુભવે મળ્યું એનો આનંદ અલગ હોય છે હોં! બાકી આજે ફ્રિઝ ચાલું થયુંને એને ભરવાનાં વિચારો પ્રબળ થતાં જાય છે! જોજો આવતી કાલ સુધીમાં તો પાછું ઠસોઠસ!!!

Remembered this today,so sharing:

Read it somewhere…

Grow thru..what u go thru..felt like..its so true..
-ધારાભટ્ટ-યેવલે