time teaches

સમય

Posted on

રોજ જ સૂરજ ઉગે છે અને રોજ જ આથમે છે..આમાં નવું શું?! નવું એ કે આપડા માટે આજનો દિવસ નવો છે..કા.કે ગઈ કાલે કદાચ તમે ઉદાસ હતા, તમે નિરાશ હતા, ભાંગી ગયેલા હતા, નાખુશ હતા, ખૂબ મુશ્કેલીમાં હતા, ખૂબ દર્દ-પીડામાં હતા, પણ આજે આમાંનું કશું જ નથી! તમે સવાર પડતાની સાથે જ દરેક પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યા છો..માટેઆજ એ નવી સવાર અને નવો દિવસ છે..!!
બદલાણું કશું જ નથી..સિવાય પરિસ્થિતિ..ક્યાંક મનની, ક્યાંક તનની, ક્યાંક આર્થિક તો ક્યાંક સામાજીક!! આ બધોજ ફેર એટલે પણ નવો લાગતો હોય કા.કે તમે સમયનો સાથ નથી છોડ્યો..કોઈ મિત્રની જેમ..એનું સર્વસ્વ સ્વિકાર્યુ છે..સમયની આંગળી ઝાલીને! અને એણે પણ તમારી આંગળી નથી છોડી..માટે જ નવો દિવસ અને નવી સવાર..અને મને થાય છે..આને જ કદાચ સમય સાચવવો એવું કહેવાતું હશે!! નૈ?!
એ તમામ લોકોને અભિનંદન અને વંદન જેને સમય સાચવતા આવડે છે!
-ધારાભટ્ટ-યેવલે