સોરી કે થેન્ક યુ કહેવુ કેટલુ જરૂરી?!

થેન્ક યુ કે સોરી કેટલા જરૂરી?!

Posted on Updated on

થેન્ક યુ કે સોરી કેટલા જરૂરી?!

નાનપણમા સૌથી નજીકનુ હિલસ્ટેશન એ માઉન્ટ આબુ. એટલે સહપરિવાર ત્યા વાર્ષિક જવાનુ થતુ. ત્યા ફોરેન ટુરિસ્ટ બહુ આવતા.. અને એ ઘણીવાર વાતચીતમાં મુસાફરીમાં ભળી જતા. જાતજાતની વાતો કરતા અને આપણી પાસેથી જાણકારી પણ લઈ લેતા.. મને એમની એક વાત વિચાર કરતી મૂકી દેતી,’કેટલી સરળતાથી જરૂર પડે સોરી અને થેન્ક યુ કહે છે?! જેટલી વાર એ લોકો થેન્કસ કહે એટલી વાર આપણને એને બીજી બે એક્સટ્રા જાણકારી દેવાનુ મન થાય! પણ ઘણા સહયાત્રી કે લોકલ્સ તો વળી મજા લેવા થેન્કયુ અને સોરી એની પાસે વારે વારે બોલાવડાવે!! અને હસે ..એકબીજાને કહે,’કાઁ, કેવા થેન્ક યુ કે સોરી, બોલાવડાવ્યા,!!’..એ લોકોને એ જોઈને કૌતુક થાય કે, ‘લે, આ ગોરાએ કે કાળાએ કે ચીનાએ થેન્ક યુ, કીધુ..હહાહા કરીને ફરી હસે..પેલા ટુરિસ્ટને પણ મજા આવે ને વારે વારે “થેન્ક યુ થેન્ક યુ” કહે!! પણ મજાનો પ્રશ્ન એ છે કે, આપણા માટે અચરજ અને એના માટે એ સહજ કેમ?!

“થેન્ક યુ અને સોરીને નાનપણથી પોતાના જીવનમાં આવકારવા જોઈએ. સમય સમય પર એનો ઉપયોગ કરવાથી જીવન સરળ બને”,આવુ બાળમંદિરમાં શિક્ષિકા બેન વાંચી ગયા પણ આપણે કેટલુ સમજ્યા?! કદાચ શિક્ષિકા બેન વાંચતા હોય અને આપણે થેન્ક યુ બેન ના બદલે, એક બીજાના મોં જોઈને ઈશારાથી હસીને બેનને આ પાઠ ભણાવ્યા બદલ ચક્રમનુ બિરૂદ આપ્યુ હોય!!..મનમાં કહ્યુ પણ હોય કે,’બેન તો ભણાવુ પડે એટલે ભણાવે,નોવે, હુ સોરી કોઈનેય ના કહુ!!સોરી તે કંઈ કહેવાય?!’

સાવ નાનપણ માં જ શાણપણ હતુ..ત્યારે ભૂલોની માફી માંગવી એ સહજ લાગતુ પણ થોડા સમજણા થતા આપણે કેટલી વાર સાચા દિલથી સોરી કહેલુ?! યાદ કરો જોઈ?! શબ્દકોષનાં ભંગાર શબ્દો વચ્ચે જાણે કાટ ખાતા શબ્દો કરીને મૂકી દીધા હોય આ સોરી અને થેન્ક યુને!!! જાણે કોઈ દિવસ એ માળીયામાંથી બહાર જ ન કાઢવાના હોય!! વાંક હોવા છતા પણ સોરી શુ સરળતાથી કહેતા?! એક બીજાના મોઢા તાણી તાણી ને જોઈએ પણ સોરી તો ન જ કહીએ! સોરી તે કંઈ કહેવાય?! ભલે સજા લઈ લઈએ પણ સોરી કહીને આવવુ એટલે જાણે કુટુંબનુ નામ બોળાવ્યુ હોય એવી ફિલીંગ મનમા ફરી વળે!!

હુ ઘણીવાર આસપાસ અને માહોલમાં તપાસુ! લગભગ લોકોને પચાસો વાર કહેતા સાંભળ્યા હશે કે, ‘લે નાની અમથી લપમાં શું સોરી કહેવાનુ વળી?!’ અથવા તો ‘સાચા સંબંધોમાં ને ગાઢ મિત્રતામાં તે કંઈ સોરી કહેવાય?!’ જાત જાતના ખોટા ઝગડા કરી લેવા, હજાર પ્રકારના બહાના, અને સો પ્રકારના જૂઠ, સહન કરી લેવાય પણ એક નાનો અમથો શબ્દ સોરી કે માાફ કરશો ના બોલાય!!

 સોરી કે થેન્ક યુ ન કહેવાથી કેવી કેવી મુશ્કેલીઓ આવે એ તો બધાને ખબર જ હશે! બધાના માથે પડી હશે! મારે કાંઈ વર્ણવવાની જરૂર નથી! ધણી વાર લોકો શીખામણ દેતા કહે કે,”ભઈ, કહી દે ને સોરી, તારી તો ભૂલ હતી!’ પણ સામે શિખામણ દેવા વાળાને ય કહી દીધુ હોય કે, ‘જા ને મોટો/મોટી આવ્યા શીખામણ દેવા, તમે કેટલાની માફી માંગી’તી તે મને શીખામણ આપો છો?!’ અને શીખ દેવાવાળોય હાલતી પકડે!! બોલો સાચુ ને?! વિચારજો.

ગાળ દેવી ભલી પણ ‘સોરી’ તે કંઈ કહેવાય?!!ને આમ એક પ્રકારે બાંધી વિચારધારા પ્રર્વતતી..હજુ પણ છે અને આગળ પણ કદાચ રહેશે! ઘરમાં નાના છોકરાવને “ગુડ જોબ” કે પછી એક ગ્લાસ પાણીનો આપણને આપવા બદલ કે નાની અમથી મદદ બદલ આપણે ઘરમાં કેટલી વાર થેન્ક યુ કીધુ?! શરૂઆત તમારી સૌથી પ્રિય વ્યક્તિને માફ કરવાથી માફી માંગવાથી કે થેન્ક યુ કહેવાથી કરી જોવો!! વડીલો, ભાાઈ-બહેેન કેે ઘરનાટેણિયાઓ..બધાા સાથેે સમાન વર્તી જુુઓ!! પ્રયોગો કરતા રહો!! ઘરથી કરેલી શરૂઆત રંગ લાાવશેે. જોજો ખૂબ સારુ લાગશે!!

એક તબબ્કે મને સમજાયુ, તમને ઘણાને પણ અનુભવ થયા હશે કે,’ના, સોરી કે થેન્ક યુ ન કહેવુ એ આપણી જ નબળાઈને છુપાવવાનો એક સરળ માર્ગ છે..ખરેખર તો ભૂલ સ્વીકારવી અને કોઈની માફી માંગવી એમા શેની શરમ?! વિના કારણ જો તમારી પાસે કોઈ માફી મંગાવાની ચેષ્ડા કરાવે તો એમા પોતાની નારાજી સો ટકા નોંધાવાય પણ ખરેખર ભૂલ થઈ હોય તો તો છડે ચોક માફી માંગવામાય વાંધો ન રખાય. પણ ..મોટે ભાગે એમ સૌથી પહેલા પોતે સ્વીકારવુ કે,’મારાથી ભૂલ થઈ છે, એજ ગળે ઉતારવુ દુનિયાનુ સૌથી કઠિન કામ હોય છે. એવી જ રીતે કોઈના કામને એક આભાર કે થેન્ક યુ કહીને બિરદાવવા એ પણ અશક્ય લાગે!

દુનિયાના મોટામાં મોટા પ્રશ્નોના હલ એ એક સોરી કે થેન્ક યુથી થયા છે. અને જ્યારે આ શબ્દોનુ મોલ સમજાય છે ત્યારે જ ખબર પડે છે કે શબ્દકોષમાંથી કાટ ખાતા આ જ શબ્દોને પોલિશ કરીને વાપરવાના શરૂ કરીશુ તો આપડા વ્યક્તિત્વને શોભાવશે!

પોતાની ભૂલ સ્વીકારીને સોરી કહી આગળની રાહ પકડવી અને કોઈને થેન્કયુ કહી એને પ્રોત્સાહન આપવુ એનાથી મોટી ગિફ્ટ એ આપડા સારામા સારા સંબંધની સામે ઝુકવુ કે ગાઢ મિત્રતાને બચાવી લેવા માટે શુ ખોટુ છે? એ તો ખૂબ જ સરળ બાંધ છે. બોલો,સાચુ કે ફાલતુ?!

થેન્ક યુ ફ્રેન્ડસ..તમે સમય કાઢીને મારા લેખને વાંચ્યો.

આભાર

-ધારાભટ્ટ-યેવલે

Advertisements