બા

હેપી વર્લ્ડ મધર્સ ડે

Posted on Updated on

આમ તો મમ્મીને રોજ જ યાદ કરીએ..પણ આ દિવસે જ્યારે આખી દુનિયા પોતાની માઁ માટે કોઈકને કોઈક રીતે કંઈક સ્પેસ્યિલ કરે છે તો મને થયું હું પણ તને રોજ કરતાં થોઠું વધારે આજે યાદ કરી લઉં!
આજે મને એ દિવસની વાત યાદ આવે છે જ્યારે આપડે અંબાજી પાસે કુળદેવીમાઁનાં દર્શને ગયેલા. તે દિવસે દર્શન કરીને આપડે બધા પાછા ફરતા હતા, અને તું, ‘હું આવું છું તમે બધા ચાલતા થાવ’..એમ કહીને પાછળ રહેલી..અમે ચાલવા લાગ્યા. પણ મને થયું કે, ‘તું ક્યાં ગઈ?!’ એટલે હું પાછી વળી, અને તારી પાસે આવી.જોયું તો તું ‘આ’ કરતી હતી! (ફોટોમાં છે એ). મેં તને પૂછ્યું’ ‘મમ્મી તું શું કરે છે?!’ તારો જવાબ એ મને આજેય યાદ છે! તેં કહેલું, હું તમારા ભાઈ બહેન માટે ઘર બનાવું છું!(કહેવાય છે કુળદેવીમાઁ એ, તમારી માંગેલી ઈચ્છા પૂરી કરે! પણ એવું લાગ્યું કે મમ્મીની ઈચ્છા જાણે મનની બહાર આવીને કોઈ આકાર લે છે!)
તેં ત્યાં અમારા માટે પથ્થરમાંથી ઘર બનાવ્યા’તા. ત્રણેયનાં અલગ અલગ! અને ‘આ સૌથી મોટું કોનું છે?!’ એમ મેં જ્યારે પૂછ્યું’તું ત્યારે તે મને કહેલું ‘આ તારું છે!’ મેં પૂછ્યું કે’ મમ્મી મારું કેમ મોટું બનાવ્યું?!’ એટલે તે કીધું કે’ ‘તું મોટી છે ને, એટલે?!’
આમ, તો આ અમારી વાતચીત કોઈ પણ સાંભળે તો એમ જ લાગે કે, આ બન્ને એ ખૂબ સામાન્ય વાત કરી..પણ, અમે બન્ને જાણીએ કે આ વાક્યનું મહત્વ કેટલું?! નાનપણમાં આ વાક્ય એ ખૂબ વાર મે સાંભળ્યું હશે! બધા પાસેથી. નાના ભાઈ-બહેનની જવાબદારી, ધરની રસોઈ, મહેમાનોની વ્યવસ્થા, મહિનાભરની કરીયાણાની વ્યવ્થા, સ્કૂટર પર હોસ્પિટલથી મમ્મીને લઈ આવવા અને મૂકવાની જવાબદારી, બાને ત્યાંથી કંઈ લાવવા મૂકવાની કોઈકવારની મદદ, મારી પોતાની જવાબદારીઓ અને ભણતર અને કેટકેટલું?! અને આમ જોવો તો હું પણ નાની જ હતીને?! માટે આ વાક્યને મે ખૂબ સાંભળ્યું છે અને બને તેટલો મે મારી ઉંમરનાં પ્રમાણેમાં એ સમયે કદાચ ન્યાય પણ આપેલો છે! અને માટે સાવ સાદું કીધેલું વાક્ય, તે જ્યારે કીધું’તુ’ તો એ મારા માટે ખૂબ મોટું જ હતું!
ઘણી વાતો છે જે તું અને હું જ સમજી શકીશું! અને એ જ આપડા વચ્ચે, તારા કે મારા વચ્ચે કે પછી મારા ને પપ્પા વચ્ચે સાવ સામાન્ય લાગતી વાતો, પ્રસંગો કે લાગણીઓ એ ખાસ થઈ જાય છે.
કાયમ માનું છું અને આજે પણ કહીશ કે,તારી માટે, તમારા બન્ને માટે હું હંમેશા પ્રાર્થના કરતી રહીશ. ભગવાન તમને બન્નેને હંમેશા ખુશ રાખે🙏❤😘
તમારી દીકરી,
ધારા.

Advertisements

મમ્મી તું હસતી રેજે

Posted on Updated on

Happy Mother’s Day to all d beautifull angles in your children’s life..May we all be Happy nd Blessed always..

ભગવાનની સામે ઉભા રહીને આપણે શુ માંગીએ?! લગભગ એમ જ કે, મને આ દે, તે દે..મને અને દે..મને અને દે..!!

પણ મે મારી મમ્મીને માતાજી પાસે કાયમ પોતાના સંતાનો માટે જ પ્રાર્થના કરતી જોઈ!! (તમે પણ તમારી માઁનેઆમ જ પ્રાર્થના કરતી જોઈ હશે!) અને એ કારણે સમજણી થઈ ત્યારથી મનમાં પ્રાર્થના કરુ તો, રોજ જ એ અવશ્ય કહુ કે, ‘હે પ્રભુ મારા મમ્મી-પપ્પાને સુખી કરજે, એમને સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરજે.’ આપણે આમ તો શુ દેવાના માઁ-બાપને..પણ પ્રાર્થના તો દઈ જ શકીએને?! નજીક હોઈએ કે દૂર, શરીર સ્વરૂપે કે આત્મા સ્વરૂપે.. જે માઁબાપ આપડા માટે પ્રાર્થના કરતા હોય એમના માટે આપડે પણ સંતાન તરીકે પ્રાર્થના કરી શકીએ. મને વિશ્વાસ છે.. જેમ એમની પ્રાર્થના આપણને ફળે એમ આપણી પ્રાર્થના એમને પણ ફળેજ. ગરીબ હોય કે અમીર, પાસે કે દૂર, આ સંસારમાં કે પેલે પાર..એમને માટે સૌથી મોટી ગિફ્ટ કે સહારો જો હોય તો એ છે એમના માટે પ્રાર્થના..

માટે મમ્મી હુ રોજની જેમ આજે પણ પ્રાર્થના કરીશ કે, ‘મારા મમ્મી પપ્પાને સુખી કરજે પ્રભુ, એમને ઉત્મ સ્વાસ્થ્ય પ્રદાન કરજે.’

“મમ્મી તુ “હસુ છુ”,હસતી રહેજે,તુ હંમેશા ખુશ રહેજે ..એ જ આજે અને સદાય પ્રાર્થના.

મારી મમ્મી તો મોબાઈલથી દૂર જ રહે છે.. એનો ઉપયોગ એને અટપટો લાગે છે..માટે ફેસબુક, વોટ્સએપ એ બધુ એના માટે એક સમાન જ છે એવુ એ કોઈ વાર કહે..માટે જે એના હ્રદય સુધી સરળતાથી પહોંચે, હુ એને એવુ મોકલુ છુ..”મારી પ્રાર્થના”

લવ યુ મોમ.

-ધારાભટ્ટ-યેવલે