ફન

ટેરીફીક ટુ

Posted on Updated on

#funny bunny

ટેરીફીક ટુ (Terrific Two)

બધા અનુભવ હું પોતાના શેર નથી જ કરતી પણ આ વાત એ સૌને જરુર ગમશે. 

લેખની શરૂઆતમાં જ કહી દઉ મારે જ નહી તમારે બધાને પણ આવા ટેરીફીક નાના-મોટા અનુભવ થયા હશે, હેને? જરૂર કોમેન્ટસમા શેર કરજો.

While we try to teach our children all about life, our children teach us what life is all about

-Angela schwindt

કહેવાય છે કે, બાળકને કુદરતી રીતે જ ઉછરવા દ્યો….પણ (૧૦૦)સોમાંથી (૯૯)નવ્વાણુ વાર આ વાત પર વિચાર કરેલો હશે..અને અંતે જે થયુ એ અહીં લખુ છુ..

સંતાનમાં એક દિકરો છે. એ જ્યારે બીજા વર્ષમા પ્રવેશ્યો ત્યારે જેમ બધા કહે છે ને કે, બાળકના જન્મ બાદનુ બીજુ વર્ષ એટલે,”ટેરીફીક ટુ”, બસ, એવુ જ ફીલ થયેલુ. ધણાએ કહેલુ કે, જોજો હો, હવે તો પગ આવશે.. ધ્યાન રાખજો..તો વળી કોઈકે કહેલુ હવે.. “ટેન્ર્ટમ થ્રો કરશે” તો વળી કોઈકે કહેલુ ,જોજો સખત હેરાન કરશે પગ ભલે એને આવે પણ તમે પગ વાળીને નહી બેસી શકો!! અને થયુ પણ એવુ જ ..એના જન્મના એક વર્ષ પછી નો સમય એ ખરેખરો કસોટીનો હતો. એક તરફ પહેલા વર્ષની કેન્ડલને એણે ફૂંક મારી અને બે મહિનામા અમારી હવા નિકળી ગઈ!! વિદેશમા રહેવાથી, બાળકની સારસંભાળથી લઈને બધુ જ કરવાવાળી હુ એકલી જ અને આ કારણે સૌથી વધારે દોડભાગ મારે જ કરવી પડે.. પતિદેવ આવે એટલે એમની દોડાદોડી!! 

પગ આવ્યા એટલે દિકરાનુ આખા ધરમા દોડાદોડ ચાલુ..કિચન, ડ્રોઈંગરૂમ, બેડરૂમ બધેજ જાણે આતંકી હુમલો!! બેડરૂમમા ચાદર આખી ખેંચી કાઢે!! એ ઠીક કરવા જાઉ ત્યા કીચનના નીચેના કબાટોના વાસણોનો ઠગલો થઈ જાય!!એના હાથમા ટોય (રમકડુ)આપીને કીચન સમેટવા જાઉ ત્યાતો, ‘ધડામ!! ધડામ!!’ અવાજ સંભળાય!! પાછળ વળીને જોઉતો કોઈ નહી!!પણ કાલુ કાલુ હસતો ડ્રોઈંગરૂમમા રીમોટને ધોકો સમજી પછાડતો પકડાય, જાણે કહેતો હોય કે,’એ ટોયને(રમકડાને) પકડીને બેઠા બેઠા રમવાના દિવસો ગયા, મમ્મા’!! એને ના-ના કરુ એમ વધારે ધમા ધમ અને લઈ લેવા કરુ તો ‘દેકારો વત્તા ધડામ ધડામ!!’. 

ડ્રોઈંગ રૂમ તો જાણે ‘બોક્સીંગ રીંગ’ બની જાય અને સામેનો ખેલાડી તેઝ, નીડર, ચતુર, નવા દાવપેચ અજમાવવા વાળો તથા દરેક રૂલની અવગણા કરવાવાળો હુનરબાજ બની જાય!! જ્યારે પહેલો ખેલાડી એટલેકે ‘હુ’ એવુ મહેસુસ કરુ જાણે ‘એ સમયે ઘાંઘો બનીને એક્સપીરીયન્સડ ખેલાડી રીંગ મા બધા જ દાવપેચ ભૂલી ગયેલો ચીત્તાપાટ છે!!’ જાણે આ નવા ટેકટીક્સથી ‘ટોટલી કન્ફ્યુઝ’ થઈ ગયો છે!! અને પછી તો શુ??!! બસ ડીફેન્ડ જ કરે રાખવાનુ!!!

પતિદેવ ઘરે આવે એટલે શરૂ શરૂમા સુનામી શાંત હોય અને પપ્પાને એમ જ થાય કે, ‘ઓહો!! કેટલો ડાહ્યો દીકરો છે!!’ આપડે ગમે એટલુ એક્સપ્લેઈન કરીએ પણ..પિતાને એવુ લાગે જાણે પોતાની વાઈફ કોઈ બે વર્ષના બાળકની અને એની માઁની ‘એડવેન્ચરસ ટેલ’ કહે છે!! પણ થોડા દીવસોમા રૂટીન બદલાય અને પપ્પાને ખબર પડે કે, મારી વાઈફ સાચી છે! આ વીરગાથાએ આપડા ઘરમા ઘટાતી રોજની જ ઘટના છે!! અને પછી તો સુનામીની ખરેખરી પિતા પર પણ વિતે!! ઉપરથી મને કોમ્પ્લિમેન્ટ મળે કે,’ડીયર,એકલે હાથે કેમ સંભાળી લે છે?!’ એટલે મારે કહેવુ પડે..બસ, ડીફેન્સ કરીને!! અને બન્ને હસી પડીએ!!

પણ, આમ કેટલો વખત કાઢવો?! રાત્રે સતત ચોકી કરવી(અડધી ઉંધમાં હોઉ તોય)અને દિવસે સતત સજ્જ થયેલા સિપાહીની જેમ તૈયાર રહેવાનુ!! છતા કોઈના કોઈ ઉપાય તો શોધવો જ રહ્યો!! એટલે દીકરો ગાઢ નિંદરમાં હોય ત્યારે આ વિશે વાંચવાનુ શરૂ કર્યુ. થોડી નવરાશ મળતા મિત્રો, વડિલો, અને કઝીન્સને પૂછપરછ કરુ., પણ એ કરવુ ભારે પડ્યુ કારણકે બધાના અલગ અલગ અભિપ્રાય!! માટે કરવુ તો શુ?! એટલે પછી બન્નેએ બધુ જ છોડીને પહેલા તો પોતાને શાંત કર્યા. ઘરમા ફેરફાર કર્યા, જેમકે, કિચનમા નો એન્ટ્રી માટે ગેઈટ કરાવ્યો, બેડ માટે ફીટેડ બેડશીટ્સ લાવી, દરેક ખૂણે એટ્રેક્ટિવ ટોય્ઝ અને આલાર્મ રાખ્યા જેથી મુશ્કેલી થોભી થોભીને આવે.. વિગેરે વિગેરે!! પછી આ બોક્સરને રીંગમા કઈ રીતે માત દેવી એની યોજનાબધ્ધ તૈયારી શરૂ કરી કે ક્યાક ડીફેન્સ કરવુ, તો ક્યાક અટેક, ક્યાક પેશ્નસ (ધીરજ),તો ક્યાક તેઝતર્રાર, તો વળી ક્યાક જાતે જ હારીને ખુદ વીનર થવુ!! અને આ ખરેખર કામ આવ્યુ. એક ઉદાહરણ આપુ કે, પહેલા તો ફેઈક(ખોટુ) રીમોટ લાવ્યા, પણ પકડાઈ ગયા!! એટલે પાછુ ઝીરોથી શરૂ થયુ કે ..જો એના હાથમા રીમોટ હોય તો માગવુ નહી..પણ બીજી ગમતી વસ્તુની લાલચ દેખાડીને રીમોટ લેવાનો પ્રયત્ન કરવો!! અને જો એ ચતુર ખેલાડી આપડી પાસેથી બન્ને લઈલે તો દોડાદોડી કરી એને કન્ફ્યુઝ કરવો!! મોકો મળે ત્યારે રીમોટને અનઈન્ટરેસ્ટિગ સાબિત કરવુ, રીમોટ એની નજરથી દૂર રાખવુ અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ખોવાઈ ગયુ છે એવી એક્શન અને ઈમોશન સાથેની ફિલ્મ તૈયાર કરીને રાખવી!! અને સૌથી જરૂરી કે, ટેકટીક્સ બદલતા રહેવી નહીતર અસર થવાની શક્યતા ઓછી થઈ જશે!!

એકવાર રોવાની એ એક્ટિંગ કરી..પણ એ થોડા દિવસ જ ચાલ્યુ!! કા.કે થોડે દિવસે અમારા કરતા દીકરો એમા પાવરધો થઈ ગયો!!! અને ખૂબ અફસોસ થયો કે હવે તો આ લખેલુ ભૂસવુ રહ્યુ, બાપલા!! એને ભૂસતા તો નવનેજા પાણી ચડી ગયા!! એટલે પછી થી અમે પણ રૂલ્ઝ બનાવ્યા કે જે કરીએ એમા ખોટુ ના થાય..નહી તો, દે ધમ્મ!! રીબાઉન્ડ થઈને પાછુ આવશે!! હહાહા!!

આમ ને આમ એનુ ટેરીફીક યર પતતા પતતા અમે ટેરીફાઈડ થઈ ગયેલા!!

જીવનના અમુક અનુભવો ગમે તેટલા વાંચો પણ પોતે અનુભવીને જ સમજાય છે. ગમે તેટલા કિસ્સા સાંભળ્યા, મેગેઝીન,પેપરો ફેંદી વળ્યા..પણ એક વાત એ આખરે સમજાઈ કે દરેક બાળક અલગ છે, અને એ પોતાની રીતે અલગ છે!! માટે બીજાના અનુભવની ઓથ તો મળી રહે પણ બીજાના અનુભવ સો એ સો ટકા તો મારામા ફીટ નાંજ થાય!! માટે મારા બાળકને મારે એક અલગ અનોખા બાળકની જેમ જ સમજવુ પડશે. એની સાથે હસી મજાક કરીને હિંસા વગર જવાબદારીભર્યુ રહેવુ પડશે!! અને તો જ આ જીવનની મજા માણી શકાશે..

ટીલ નેક્સટ ટાઈમ..એન્જોય વીથ ફેમિલી

વાંચવા બદલ આભાર

-ધારાભટ્ટ-યેવલે

Advertisements

યાદો ની ફેસબુક

Posted on Updated on

થોડા વર્ષો પહેલા ની વાત છે. અમારા ઘર થી થોડે દૂર એક ઝૂંપડા માં એક પરિવાર રહે. એ પરિવાર માં ચાર સદસ્ય. કુન્દન બેન, એમના વર, અને એમના બાળકો, એક  દિકરો અને એક દિકરી. કુન્દન બેન આજુ બાજુ ના ઘર માં વાસણ,કપડા, કચરા-પોતા નુ  કામ કરે  અને એમના વર મજૂરી કરે. એમ એમના ઘર નું ગુજરાણ ચાલે. અને છોકરાઓ શાળા માં ભણે.

કુન્દન બેન સાંજ નાં પાચ પછી કામ માટે ના નિકળે! કોઈ સાંજ ના વાસણ નાં ડબલ પૈસા આપી ને પણ કામ કરાવા ઈચ્છતા હોય તો બી એ ના કહી દે! મારા ઘેર પણ એ કામ કરતા. એક દિવસ મારે એમની પાસે થી માળિયુ સાફ કરાવુ હતુ. દિવસ દરમ્યાન ફૂરસત ન હોવા થી મે એમને સાંજે સાડા-ચાર પાંચ થતા આવવા નુ કહ્યુ. પણ સાંજે એમને નહી ફાવે, એમ  એમણે મને જણાવ્યુ. અને બપોરે એ આવશે એવુ જણાવ્યુ. ત્યારે તો મે એમને હા પાડેલી, પણ એવુ તો શું એમને જરૂરી કામ રહેતુ હશે? એમ મને થયુ.  અને હું ક્યાં મફત માં કરાવા ની હતી એમ પણ મન માં તર્ક કરવા લાગી.

એ જ દિવસે સાંજે મારે કુન્દન બેન નાં ધર પાસે થી નિકળવા નુ થયુ. મે જોયુ ઘર નાં ચારેય સદસ્યો  નીચે બેસી ને કશુક કરે છે. વાતાવરણ આનંદીત હતુ. મે કુન્દન બેન ને હાંક મારી ને બોલાવ્યા. મને જોઈ ને એમણે મને આવવા કહ્યુ. ઝૂંપડા ની બહાર એક ખાટલો ઢાળેલો હતો એના પર જઈ ને હું બેઠી. પાસે થી જોતા ખબર પડી કે એ લોકો માટી માં બોર્ડ ડ્રો કરી ને લુડો રમે છે! મે એમને કહ્યુ કે રમવા નુ ચાલુ રાખે અને મારી સાથે ઔપચારીકતા કરવા ની જરૂર નથી. થોડી વાર માં હું નીકળી ગઈ ત્યાંથી. બીજે દિવસે જ્યારે એ કામ ઊપર આવ્યા ત્યારે એમણે મને કહ્યુ કે ‘સવાર નાં પોત પોતાના કામે નિકળેલા અમે ચારેય, આખો દિવસ મળી ન શકતા હોવાથી સાંજ નાં સમયે બધા ભેગા મળી ને કોઈક પારિવારીક રમત રમીએ, કે કોઈ વાર છોકરાઓ એ દિવસ દરમ્યાન શુ કર્યુ એની વાત ચીત કરીએ. પણ બેન હું જો સાંજ નો સમય નાં સાચવી લઉ તો મારા પરિવાર સાથે નો સમય ગુમાવી બેસુ.’

સાવ સાચી વાત કહી ગયા કુન્દન બેન. પૈસો કમાતા રહેશુ, કામ નિકળતા જ રહેશે, ફેસબુક અને વોટ્સએપ નાં મિત્રો અને મેસેજીસ થોડી વાર આપડી રાહ જોઇ લેશે પણ પોતાના પરિવાર અને સંતાનો સાથે વિતાવેલો સમય કાયમ માટે પરિવાર ની યાદોં ની ફેસબુક ના એલ્બમ માં જગ્યા મેળવી લેશે. અને સમય જતા, જીવનભર ની અગણીત લાઈક અને કોમેન્ટસ નાં હકદાર બની જઈશુ.

-ધારા ભટ્ટ-યેવલે

સ્વિસ એક્સપ્રેસ-૬

Posted on

image


સ્વિસ-પેરિસ

સ્વિસ એક્સપ્રેસ-૬
‘આદત’ થી ‘સંસ્કાર’

સ્વિટ્ઝર્લેન્ડ નું રેલ નેટવર્ક તો વખાણવા લાયક છે જ પણ ત્યાં નાં રેલવે સ્ટેશનો પણ કાંઇ કમ નથી! ત્યા નાં ‘મેઈન સ્ટેશનો’ ને એ લોકો ‘રેલ સીટીઝ’ કહે છે! જ્યાં કોઈ પણ સમયે પહોંચીએ યાત્રીઓ તથા પ્રવાસીઓ માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટિકિટ કાઉન્ટર, લગેજ ડીપોઞીટ,મની એક્સચેન્જ,વાઈ-ફાઈ, હેન્ડીકેપ્ટ લોકો માટે મફત સુવિધા..વિગેરે બધુ જ ‘સારી કંડીશન’ માં મિનિટો માં ઊપલબ્ધ છે. હવે મન માં આપણ ને એમ પણ થાય કે આ બધુ હવે ભારત માં પણ છે..એ સાચી વાત પણ ધણી મુશ્કેલી વેઠી આ સુવિધાઓ સ્ટેશન પર મળે છે. ખેર, ધીરે-ધીરે સુધારા થશે.

સૌથી મહત્વ ની વાત કરુ તો સ્ટેશન અને ટ્રેન ની અંદર જે સફાઈ પ્રત્યે ની માવજત અને દરકાર છે એ જાણે, એ લોકો માં નાં મૂળભૂત સંસ્કાર દર્શાવે છે. આ બાબતે પુરાવા માટે મારો એક અનુભવ કહુ. ચોખ્ખાઈ ને હુ હંમેશા પ્રાથમિકતા આપુ છુ..ત્યા સુધી કે કાર માં સફર કરતા હોય કે ટ્રેન અને બસ માં, એક ત્રેશબેગ સાથે કેરી કરુ. ધરમાં જ નહી બહાર પણ અમારા દ્વારા ગંદગી ન થવી જોઈએ એનુ ધ્યાન રાખુ! પણ આની ઊપર ની એક સ્ટેપ હુ સ્વિટ્ઝર્લેન્ડ માં ટ્રેન પ્રવાસ દરમિયાન શીખી.

બર્ન થી જિનીવા અમે જઈ રહ્યા હતા. હું વાતો માં મશગુલ હતી. વાતો કરતા-કરતા મારો પગ સહજ લાંબો થયો અને સામેની ખાલી સીટ પર લેન્ડ થયો. આ કન્ડીશન માં હજુ બે મિનિટ જ થઈ હશે કે.. બાજુ ની સીટ પર બેઠેલા ૭૦ વર્ષ નાં સ્વિસ દાદા-દાદી માં ના ‘દાદા’ એ આવી ને મને પગ નીચે મૂકવા ની રીક્વેસ્ટ કરી! મને કહે કે, દિકરી, આ રેલ્વે માં આખી જીંદગી કામ કરી ને જાત ઘસી કાઢી છે. આને કોઈ ગંદુ કરે તો મારા થી રહેવાતુ નથી! પછી તો મૈં આખી ટ્રીપ દરમ્યાન આ વાત નુ ધ્યાન રાખ્યુ!

આવી જ ભાવના દરેક ભારતીય નાં મન માં આવે તો આપડે ત્યાં પણ ચોખ્ખાઈ ની સમસ્યા નો ઉકેલ આવી જાય. બાકી ઘણી વાર કોઈ ને ચોખ્ખાઇ ની શીખામણ આપવા જઈએ તો ‘ઊલટા ચોર કોટવાલ કો’ ની સમસ્યા ઊભી થઈ જાય છે! આપડે ત્યાં બધા એ જાગરૂક રહેવુ પડશે. એક-બીજા ને આવા કામો માટે બિરદાવા પડશે. આજે શરૂ કરીશુ તો ધીરે-ધીરે ‘આદત’ બનશે, અને આદત આખરે ‘સંસ્કાર’.

-ધારાભટ્ટ-યેવલે

‘સમ્રાટે ભજન’-અનુપ જલોટા

Posted on


‘સમ્રાટે ભજન’-અનુપ જલોટા

એક હ્યદય મેં પ્રેમ બઢાવે,
એક તાપ-સંતાપ મિટાવે,
દોનોં સુખ કે સાગર હૈં
ઔર દોનો પુરન કામ,
ચાહે ક્રિષ્ન કહો યા રામ…જગ મેં સુંદર હૈ દો નામ ..
અનૂપ જલોટા નાં આ ભજન થી અમારી સુંદર સવાર ઉગતી અને નિંદ્રા રાની વિના રીક-જીક વિદાય લેતી! ૮૦ નાં દાયકા માં ટેપ રેકોર્ડર નવા-નવા આવવા નાં શરૂ થયેલા, અને અમારે ત્યાં લંડન થી આવેલુ! ચકચકીત લાલ કલર નું પેનેસોનીક નું ટેપ રેકોર્ડર! ટુ સાઇડેડ કેસેટ પ્લેયર વીથ સાઊન્ડ રેકોર્ડિંગ! લગભગ આખી સોસાયટી એને જોવા આવી હશે! અને એનાં ઊપર અનુપ જલોટા નાં વાગતા ભજન હજીય કાન માં સૂર રેલાવે છે! દૂર-અને નજીક નાં સગા પણ ટેપ ની ચકાસણી કરવા નાં બહાને અનુપ જલોટા નાં ભજન ને સાંભળવા ઈચ્છતા હોય! ધણાં મહેમાન તો જલોટા નાં મીરા ભજનજેમ કે ‘ઐસી લાગી લગન’, કે ‘રંગ દે ચુનરીયા’ ની જ ફરમાઈશ લઈ ને આવે. કોઈ વળી ખાલી કેસેટ લાવે, જલોટા નાં ભજન એમાં રેકોર્ડ કરવા! વળી,અમને નાનાઓને અવાજ રેકોર્ડિંગ નો શોખ જાગતો, અને એમાં પણ જલોટા નાં ભજન સિવાય કંઈ ન ગવાય! સુર-બેસુર ભલે થાય પણ ગાવાના તો એ જ ભજન! હહાહા!

‘મૈં નહી માખન ખાયો’ નાં સૂર રેલાતા ની સાથે આજુ-બાજુ નાં પડોસીઓ ઓટલે સાંભળવા બેસી જાય અને જલોટા નો અવાજ જરા મોટો કરો નો સાદ આપે! અને ઓફીસ થી આવતા પપ્પા નો થાક પણ સૂર સમ્રાટ નાં ભજન અને ચા થી દૂર થાય.

આજની હેમલભાઈ ની પોસ્ટ ની વાત કરું તો એમણે ખૂબ સરસ પોસ્ટ મૂકી છે..’આખર તારીખ’..બધા વાંચજો મિત્રો, અને એમાં આ મારી પોસ્ટ ની વાત કરુ તો ટેપ જૂનુ થાય પણ જલોટા નાં ભજન નૈ! અને માટે એ આખર નાં દિવસો માં મમ્મી-પપ્પા કે દાદી નાં એકટાણા અને ભાખરી સાથે નુ વઘારેલુ દહીં, જલોટા નાં ભજન સાંભળતા-સાંભળતા પેટ માં પલવાર માં ઊતરી જતુ. દૂર-દૂર જબ રાત કો કોઈ બચ્ચા રોતા થા, તો ડાકુ ગબ્બર કા ડર નહીં પર ‘સમ્રાટે ભજન’- અનૂપ જલોટા કે મન મોહક ભજન સુનતે સુનતે સો જાતા થા!

-ધારાભટ્ટ-યેવલે

સ્વિસ એક્સપ્રેસ-૫

Posted on Updated on

image


સ્વિસ-પેરિસ
સ્વિસ એક્સપ્રેસ-૫

‘સરવાઈવલ’
માથે ગરમ ટોપી, હાથ માં ગ્લ્વઝ, પગ માં ગરમ મોજા-બૂટ, અને શરીર ઊપર ત્રણ-ત્રણ ગરમ કપડા નાં લેયર્સ! આ રીતે સુસજ્જ થઇ ને —૩॰ ઠંડી ને માત દેવા માં અમે પૂરેપૂરા સફળ થઇ ચૂક્યા’તા! હોટ ચોકલેટ ની ચુસ્કી ભરતા-ભરતા અમે ટ્રેન માંથી આજુ-બાજુ નાં હિમ પર્વતો તથા ટ્રેક પર નાં બરફ ને ચીરી ને આગળ વધી રહી અમારી ટ્રેન ને જોઈ ને આનંદ માણી રહ્યા હતા. ધીરે-ધીરે અમે ‘યુન્ગફ્રાઉ’ તરફ આગળ વધી રહ્યા હતા. બધા જ સહમુસાફરો અમારી જેમ જ આ દ્રશ્યો ને માણી રહ્યા હતા સિવાય.. એક ઈન્ડિયન ફેમીલી! ચાર જણ( હસબન્ડ,વાઇફ, ૧૪-૧૫ વર્ષ નો છોકરો અને ૬-૭ વર્ષ ની છોકરી ) નું એ ફેમીલી જ્યાર થી ટ્રેન પર ચડ્યુ’તુ ત્યાર થી મેં જોયુ ‘તુ કે એમના શરીર પર નોર્મલ કપડાં વત્તા એક-એક પાતળા જેકેટ સિવાય કશું જ નહી. એમની સામે અમે તો રીંછ જેવા દેખાતા હતા! ખેર, ઠંડી વધતી જતી’તી એમ એમના ચહેરા પણ મુરજાતા જતા’તા! મને નાની છોકરી ની ચિંતા થતા ગ્લોવઞ-ટોપી ઓફર કરવા નું મન પણ થયુ.. પણ બારી ની બાહર નજર ફેરવતા હું પાછી એ સુંદર દ્રશ્યો જોવા માં ખોવાઈ ગઈ..

થોડી વારે મેં જોયુ પોતાના ઘરના સભ્ચો નાં મોં અસ્વસ્થ જણાતા ઘર નાં મુખિયા એ એક નાની બોટલ કાઢી અને ચારે જણે એમાંથી એક-એક ધૂંટડો પી લીધો! મારી શંકા જાણે સાચી હોય એવુ મને લાગ્યુ કે નક્કી આ લોકો કોઈ મુસીબત માં હોવા જોઈએ. ટ્રેન માંથી ઊતરતા પહેલા પણ એ લોકો એ શરીર ને ગરમાહટ દેવા સુરાપાન કર્યુ! યુરોપીયન દેશો માં સુરાપાન સામાન્ય છે, પણ જે સંજોગો માં આ લોકો હતા એ થોડું અજીબ હતુ. ખેર, અમે બધા એક ગ્રૂપ માં હોવાથી સાથે જ યુન્ગફ્રાઉ પર ઊતર્યા.  સાથે-સાથે ગ્રૂપ માં હોવાથી વાત-ચીત થઈ. થોડી મિત્રતા થતા એમણે એમની આપવીતી સંભળાવી!

જાતિ,ધર્મ કે પ્રાંત નહી કહુ.. નહી તો પાછી ગાડી અવળે પાટે ચડી જશે માટે એટલુ જ કહીશ કે મૂળ ભારતીય પણ ૭-૮ વર્ષ થી દુબઇ રહેતા આ લોકો પેરિસ, ઈટલી અને સ્વિસ એમ ફરવા નિકળેલા. ફરવા નિકળવા નાં બે કારણો હતા એક ફરાઈ જાય અને બીજુ મહત્વ નુ કારણ પોતાના દિકરા ને ભણાવવા માટે ક્યો દેશ યોગ્ય છે એ નક્કી કરે. પણ ફ્રાંસ ફરી ને ઈટલી પહોંચ્યા અને એક બનાવ બન્યો! સામાન સાથે ટ્રેન માં સફર કરતા હતા અને આ દંપતિ ને ૧૦-૧૨ મહિલાઓ ઘેરી વળી! અને બધું જ લૂંટી લીધુ! સામાન, ઈકામા,ક્રેડિટ કાર્ડ અને પૈસા! સદભાગ્યે પાસપોર્ટ બચી ગયો. પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા ગયા તો એમના જેવા ધણા ફરિયાદી! મામલો જલ્દી પતે એવો નહોતો લાગતો અને વધારે દિવસ રોકાવા નાં નાણા પણ નહતા માટે નિર્ણય લીધો કે આગળ નુ બધુ જ બુકીંગ તો કરાવેલુ જ હતુ તો એ વેસ્ટ ન જવા દેવુ અને સ્વિસ આવી ગયા! હવે ૨ દિવસ પછી અમે દુબઈ પાછા જતા રહીશુ.  અને દિકરા ને ભણાવવા સ્વિસ સારુ એ નક્કી કરી લીધુ છે. આમ એમણે વાત ને પતાવી.છેલ્લે અમે બધા ઈન્ટરલેકન માં છૂટા પડ્યા.

એમની કથની સાંભળી ને મારુ મન ભરાઈ આવેલુ. પણ આમની હિમત ની દાદ દેવી પડે! આવી મુશ્કેલી માં પણ ધ્યેય ને ધ્યાન માં રાખી આગળ વધ્યા. ‘જીવન સંઘર્ષ’ અને ‘સરવાઈવલ’ નાં પાઠ ધણા વાંચ્યા હશે, પણ એની નાની એવી ઓળખાણ તો મને તે દિવસે રૂબરૂ થઈ જ ગઈ.

-ધારાભટ્ટ-યેવલ

સ્વિસ એક્સપ્રેસ – ૪

Posted on Updated on

image ૐ સ્વિસ એક્સપ્રેસ – ૪ ‘ વેલકમ ટુ હેવન ‘ ‘વેલકમ ટુ હેવન’, ‘માઉન્ટ ટિટલિસ’ પર પહોંચતા ની સાથે જ અમારા ટુર ગાઈડે અમને વધાવ્યા. પોતે જાણે શીવગણ બની અમને ટુરીસ્ટો ને સ્વર્ગ નાં દ્વાર પર રોકી ને, સ્વર્ગ ની ટોચ પર પહોંચવા માટે, સફર પહેલા,પછી અને દરમ્યાન માં શું કરવુ એની વિગતો પુરી પાડતા ખૂબ અભિનંદન મેળવતો હતો! અને સાથે-સાથે બધા ધ્યાન થી એને સાંભળતા પણ હતા. ત્યાં અચાનક!!..આહહાહા.. પણ.. થયુ વહેમ છે…અને માનવ પોઠિયા તરફ મન વાળ્યુ…પણ ના…ફરી એજ સુગંધ..આહહાહા….હવે ના રહેવાયુ..માટે માનવ પોઠિયા ને પડતો મૂકી હસબન્ડ ને ‘આવું’ નો ઈશારો કર્યો ..અને આત્મા નાં અવાજ ને સાંભળી ડિટેકટ્વિ નાક નાં માર્ગે દોરાણી..થોડું આગળ ચાલતા..હું આશ્ર્ચર્ય ચકિત થઇ ગઇ!!! ઓહોહો!!! વાહ!! જાણે ભગવાન મળ્યા!!! દુનિયા નાં ગમે તે ખૂણે હોઉ કે પછી સ્વર્ગ નાં દ્વારે..’મસાલા ચા’ ની સુગંધ તો ઓળખી જ લઉ.અને આ શું? ગરમા ગરમ સમોસા અને વડા પાઉં?! ઓ હો!! ઈડલી – ચટણી પણ!! ભલે બધા ગમે તે સમજે..પણ..અબ આયેગા અસલી મઞા! પ્રવાસે નિકળ્યા ત્યારે’ ક્રેઞી વિશ લિસ્ટ’ ની યાદી માં ની એક કલ્પના આ પણ હતી..કે.. ‘ગરમા ગરમ વડાપાઉં, સમોસા કે મેગી ઓન ટિટલિસ’..જે કલ્પના થોડી વાર માં હકિકત બનવાની હતી! અને મસાલા ચાય ની ચુસ્કી માણતા શાહરૂખ ખાન ની ફિલ્મ ની લાઈનો યાદ આવી ગઈ કે ‘જબ આપ દિલ સે કિસી કો ચાહતે હો તો સારી કાયનાત આપકો ઊસે મિલાને મેં લગ જાતી હૈ’!! વડા પાઉં ને પેક કરવા નો ઓર્ડર આપ્યા પછી હસબન્ડ માટે મસાલા ચા ઓર્ડર કરી. ચા આવે ત્યાં સુધી માં ટૂરિસ્ટો નાં ફૂડઓર્ડર લેતા ચહેરા ની તરફ ધ્યાન ગયું..જે ટુરિસ્ટ નાં ચહેરા ને ભાપી ને એ જ ભાષા માં ઓર્ડર લે! મને કૌતુક થયુ..!!અને મૈં ઈંગ્લીશ માં પૂછ્યુ મૂળ ક્યાંના? ત્યારે જાણવા મળ્યુ..લગભગ ૧૨-૧૩ ભાષા બોલતા નટુભાઈ મૂળ રાજકોટ નાં!! ૧૨-૧૩ ભાષા બોલતો માણસ ભરમાવી પણ દે..પણ મિત્રો, ચાડી ફૂંકતા મસાલાથી લાલ-પીળા થયેલા એમનાં દાત અને નટુ ભાઈ ની સરસર સોરઠી ભાષા ભરમાવે નૈ !! મેં મલકાતા કહ્યુ”ભાઇ-ભાઇ’ બાંધો બે વડા પાઉં! સમય ઓછો હતો.. અમે ફટાફટ પોઠિયા નાં કાફલા સાથે જોડાઈ ગયા. ૩ પ્રકાર ની કેબલ કાર બદલી ટિટલિસ ની ટોચ પર પહોંચાય છે. એમાંની એક વિશ્વ વિખ્યાત ‘રોર્ટેર’ છે. જે આખા એરિયા નો ૩૬૦॰ એંગલ થી પેનેરોમિક વ્યુ આપે છે! ૧૦,૦૦૦ ફીટ સુધી કેબલ કાર દ્વારે ૪૫ મિનિટ માં પહોંચાય છે. મિત્રો, આ સફર ખૂબ જ સુંદર છે. ભિડ ભાડ ની સિઝન નહોતી માટે પહાડ વચ્ચે ચરતી ગાયો અને તેમના પર બાંધેલી ઘંટડી નાં અવાજો ખૂબ જ સુંદર લાગતા હતા. બાકી ફક્ત ભારતીય અવાજો સાંભળવા હોય તો..જૂન નાં મહિના માં જવું!! ઊપર પહોંચતા જ સ્વર્ગ માં આવ્યા નો અહેસાસ થાય છે!  જાત જાત નું ફરવા નું અને માણવા નુ ટુરિસ્ટો માટે તૈયાર કરવા માં આવ્યુ છે. આ બધા ની વચ્ચે સ્વર્ગ પર વડા પાઉં માણવા ની મજા કંઈક અલગ જ હતી. વળતી વખતે ઈડલી – ચટણી બંધાવી સ્વર્ગ માં ઈચ્છા પ્રમાણે નું વેલકમ કરવા બદલ અને ૧૦૦ ટકા સ્વર્ગ માં આનંદ મેળવળાવા બદલ નટુ ભાઈ ને આભાર. અને અંતે  ‘મસાલા ચા’ અને ‘વડા પાઉ’ થી થયેલુ અમારું ‘વેલકમ’ કાયમ માટે યાદગાર બની રહેશે. ધારાભટ્ટ-યેવલે

ઊનાળાની ‘રામાયણ’

Posted on

ઊનાળાની ‘રામાયણ’ઊનાળા ની ‘રામાયણ’
  
ઊનાળા નું વેકેશન શરૂ થાય એટલે દિવસભર ધિંગા-મસ્તિ. પહેલુ અઠવાડિયુ મોજ-મજા અને શાહી રીતે જાય..મોડા સૂવાનુ, મોડા ઊઠવા નુ, મનફાવે ત્યારે જમવાનુ! આપડા આ વર્તન થી ઘરનાં ની હાલત શું થતી હશે એ વિચાર આવે ખરો પણ તરત અલોપ પણ થઈ જાય!આપડે આપડી મસ્તી માં મસ્ત! હહાહાહા.. દીનચર્યા વિશે કોઇ કાંઇ કહે તો તરત કહી દઇએકે વેકેશન છે. ઘરનાં પણ પહેલુ અઠવાડિયુ હસી-ખુશી થી પસાર થવા દે. પણ પછી ઘરનાં વડિલો દાદા-દાદી આગળ આવે અને આ પરિસ્થિતિ નો હલ કાઢે જેથી છોકરાઓ નો આનંદ ઓછો ન થાય અને ઘર નુ વાતાવરણ સમતોલ રહે. પધ્ધતિસર ની દિનચર્યા નક્કી થાય..અને બધુ ઠેકાણે પડે! 
અમારે ત્યા પણ દિનચર્યા નક્કી થતી..ઉઠી નાહી સૂર્ય ને જળ ચડાવી ચા-નાસ્તો કરી, ઘરનાં કોઈ કામ માં મદદ કરી જમી  બપોરે અવાજ વગર ની રમત રમવા ની અને ૪થી૫ નાં સમય માં’રામાયણ’ વાંચી સંભળાવાની. જયા(દાદી) એમને અમે નામ થી બોલાવતા, શાન્તાબા (નાની), અને મુક્તાબા ફેબા નાં સાસુ મુખ્ય સાંભળનાર અને હું કથાકાર! મને રામાયણ નાનપણ માં સાંભળવી અને વાંચી દેવી ખૂબ ગમતી. વેકેશન પતતા -પતતા રામાયણ પણ પતાવવી. પણ શરૂ આત અધરી બનતી  કા.કે મિત્રો અને ભાઈ-બહેનો ને એ સમયે જ જાત જાત ની રમતો રમવા નું સૂજે! ફ્રીજ માં થી ચોકલેટ અને ઠંડુ રસના શરબત પણ ત્યારે જ જાણે નીકળતુ હોય એવુ લાગે! સ્વાદિષ્ટ નાશ્તા ની સુગંધ પણ ચારે બાજુ થી આવતી હોય એવુ લાગે!  એવુ પ્રતિત થાય જાણે રાક્ષસો  વિશ્વામિત્ર નાં યજ્ઞ માં હાડકા ફેંકતા હોય! બે-ત્રણ દિવસ આમ ને આમ જાય..પછી સામે બેઠેલી દેવીઓ ને પણ ખ્યાલ આવે..અને નિયમ કાઢે આસ-પાસ  કોઈએ અવાજ-ઈશારા ન કરવા અને શાંતિ થી રામાયણ સાંભળવી. ધીરે-ધીરે મારા ૧-૨ મિત્રો પણ જોડાય. અયોધ્યાકાન્ડ આવતા બધુ સેટ થઇ જાય.. બ્રેક માં સવાલ-જવાબ પણ થાય, કોઈ ભજન પણ ગાઈદે, દાદી-નાની પોતાના આધ્યાત્મીક અનુભવો પણ સંભળાવે..બધા ને મજા આવવા માંડે અને ૧ નાં ૨ કલાક રામાયણ નાં થઈ જાય!   પણ કિષ્કિંધા કાન્ડ થોડો બોરીંગ લાગતો..કા.કે કથાકાર ની નજરે કહુ તો ઘણી વાર એ સમયે મારા વ્હાલા મિત્રો રૂમાલ પાથરી ને કોડા રમતા હોય! અને કોડા લૂંટવા ની જપા-જપી  માં પકડાય પણ જાય પછી ડમ-શેરાડ્સ શરૂ થાય! પણ સુંદર કાન્ડ માં બધા ને ખૂબ મજા પડતી, બધા સમયસર આવી જતા અને હનુમાનજી નાં પરાક્રમો સાંભળવા નો અનેરો આનંદ થતો પછી તો બીજા દિવસ ની રાહ જોતા અને આ લંકાકાન્ડ સુધી એક ધારો રસ જળવાઈ રહેતો.

આમ ઊનાળા નું વેકેશન અને ઊનાળા ની ‘રામાયણ’  પુરી થતી! 

-ધારાભટ્ટ-યેવલે