ક્યા શોધવી ખુશીને?મુશ્કેલીઓ

ખુશી ક્યા છે?!

Posted on Updated on

ખુશી ક્યા છે?!

સવારે ઉઠ્યા ચા-પાણી નાશ્તો કરી ખબર પડે આજે કામવાળા બેને રજા લીધી છે! એણે રજા લીધી પણ ઘરના કોઈએ વિચાર્યા વગર “એ લોકો આવા જ હોય!’ કરીને કહ્યુ અને આપડો મગજ વધારે ખરાબ થયો! સાંજે ભીંડાના શાકનો પ્લાન હતો પણ.. શાકવાળો જ ન આવ્યો! છોકરાને મેથ્સના પેપરમા બાણુ માર્ક જ આવ્યા!! અને તમે છોકરા/છોકરીને ઘમકાવી કાઢ્યા!! સરવાળે બન્નેનો મગજ ખરાબ! ૩-૪ વાગતા એમ થાય આજે તો ઠંડી ઓછી થવાનુ નામજ નથી લેતી!! હસબન્ડ ઓફિસથી આવે એટલે આખા દિવસનો ત્રાસ એના પર ઠાલવીએ અથવા જો હસબન્ડને ઓફિસમા દિવસભર કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો એ ઘરે આવીને તાડુકે!! અંતે ઘરના બધાનો મુડ ખરાબ અને નિર્શ્કશ નિકળે કે ‘આજ નો દિવસ જ ખરાબ છે!!’

પણ..જરા વિચાયીએ.. ક્યો દિવસ એ પરફેક્ટ હોય છે?! જોવા જઈએ તો દરેક દિવસમા કંઈકને કંઈક ખૂટતુ જ હોય છે!! જો એમા પણ આપણે ખુશી શોધી લઈએ તો? જો એમા પણ એકાદ સારી વસ્તુ શોધી લઈએ તો?! તો આપણને ખબર પડશે કે વર્ષમા એકાદ જ દિવસ એવો આવશે જ્યા આપડા પ્રયાસ વગર એ દિવસ આપડા માટે પરફેક્ટ નિકળ્ચો કે બન્યો હોય! માટે.. ખુશી એતો અંદરથી આવે છે, પ્રયાસોથી આવે છે, આપડા વલણ કે એટીટ્યુડથી આવે છે!

કામવાળી ન આવી તો એને એક ફોન કરીને(આજકાલ બધાની આસે મોબાઈલ છે) પૂછો  બની શકે એના ઘરમા ખરેખર કંઈ મુશ્કેલી હોય! જોજો બીજે દિવસે એ હોંશેહોંશે કામપર આવશે અને તમારા પ્રત્યે એક અલગ માન પણ એને થશે! શાકવાળો ન આવ્યો તો સાંજે છોલે-પૂરીનો પ્રોગ્રામ કરી ફેમિલી સાથે બહુ દિવસે બનાવ્યા હોવાથી એનો આનંદ માણો! જોજો ઘરના બધા કહેશે કે, “મજા આવી હોં!” બાળકોના માર્કને લીધે ટેન્શન શુ લેવુ? એને કહો,”બાણુ એ ખૂબ સારા માર્કસ છે અને મને તારા પોટેન્શયલની ખબર છે માટે તુ જરૂર નેક્સટ ટાઈમ સરસ માર્કસ લાવવાનો!” જો જો એની સ્માઈલથી બન્નેના ચહેરા ખીલી ઉઠશે અને એનામા બેસ્ટ કરવાની ઘગશ આવશે! દિવસ ખૂબ જ ઠંડો હતો તો સ્વેટર પહેરીને, બે વાર ચા/કોફીનો આનંદ માણી, વોર્મ એટમોસ્ફીયર બનાવી એને પરફેક્ટ બનાવીએ!! હસબન્ડ ઘેર આવે તો મ્યુઝિક, ફેવરીટ ટીવી શો, કપલ યોગા, ફેમિલી યોગા,કે બ્રીસ વોક સાથે સુદર સમયનુ નિર્માણ કરીએ!!

આમ આપડે ખુશી કે પોઝીટીવીટીને જ આમંત્રણ દેશુ. અંધારી કોટડીમા ખુશીને બંધ કરીને  એને ક્યાક બહાર શોધી શુ મેળવશુ? એતો ‘રોંગ નમ્બર’ જ ગણાશે! મુશ્કેલી ક્યા નથી આવતી?! દરરોજ આવે છે! પણ એને કઈ રીતે ખુશીમા પરિવર્તિત કરવી એજ  મહત્વનુ છે અને એ આપડા જ હાથમા છે!

વોટ્સએપ જ્ઞાન:

“ખુશી તેમને નથી મળતી જે જીંદગીને પોતાની શરતો મુજબ જીવે છે, ખુશી તેમને મળે છે જે પોતાની, ઘરના કે એના આસપાસના લોકોની  ખુશી માટે પોતાની જીંદગી જ બદલી નાખે છે.”

“જો બકા, ગમે તે સંજોગોમા ખુશ તો રહેવાનુ જ!!”

-ધારા ભટ્ટ-યેવલે

Advertisements