વૃક્ષનું જીવન

Posted on

વૃક્ષનું જીવન
વૃૃૃૃક્ષોથી તો આપડું જીવન છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ. પણ આ વૃૃૃક્ષોનાં જીવનનું શું?! એ કોઈ દિવસ વિચાર્યું આપડે?! એવું બની શકે કે કોઈ વૃૃૃૃક્ષને કાપવાથી, એનાં પર કોઈ કોતરણી કે પછી એને કોઈ પણ પ્રકારે જો નુકશાન થાય તો આપડે ટ્રાફિક સિગ્નલ તોડવા જેવો જ ગુનો માનીને સજા થઈ હોય કે પછી એ એક વૃૃૃૃક્ષને નુકશાન પહોંચાવવા બદલ આપણને સજા થઈ હોય?! ના, એવું નથીૃૃૃૃજ થતું પણ અહીં થાય છે!!
એક્સીડન્ટલી પણ જો ઝાડને કોઈ પ્રકારે નુકશાન થાય તો પણ ૧૦૦૦ ડોલર જેટલો દંડ અને જો જાણીજોઈને આ કરવામાં આવ્યું હોય તો પછી વૃૃૃૃક્ષને વાવવામાં આવેલા ખર્ચા ઉપરાંત પાંચ ગણા રુપિયા દંડરુપે વસુલવામાં આવે! અલગ અલગ ઝાડનાં અલગ દંડ!! ઈન્ડિયન કરન્સીમાં સામાન્ય ઝાડને એક્સીડેન્ટલી જો ડેમેજ થાય તો એનો દંડ લગભગ ૪૫-૫૦ હજાર રુપિયા છે.
અહીં વૃૃૃૃક્ષોનું મહત્વ આ લોકો જાણે છે. એમને વૃૃૃૃક્ષો લીલોતરી ગમે છે. હા, ઉગતા નથી માટે અનહદ ખર્ચો કરીને, વર્ષભર મેઈન્ટેઈન કરીને, આ લોકોએ રણમાં પણ લીલોતરી ઉગાડી છે. અને માટે રણમાં પણ યાન્બૂ જેવા સીટી અને ગ્રીનરીને જીવન મળે છે!
-ધારાભટ્ટ-યેવલે
Advertisements

હેપી વર્લ્ડ મધર્સ ડે

Posted on Updated on

આમ તો મમ્મીને રોજ જ યાદ કરીએ..પણ આ દિવસે જ્યારે આખી દુનિયા પોતાની માઁ માટે કોઈકને કોઈક રીતે કંઈક સ્પેસ્યિલ કરે છે તો મને થયું હું પણ તને રોજ કરતાં થોઠું વધારે આજે યાદ કરી લઉં!
આજે મને એ દિવસની વાત યાદ આવે છે જ્યારે આપડે અંબાજી પાસે કુળદેવીમાઁનાં દર્શને ગયેલા. તે દિવસે દર્શન કરીને આપડે બધા પાછા ફરતા હતા, અને તું, ‘હું આવું છું તમે બધા ચાલતા થાવ’..એમ કહીને પાછળ રહેલી..અમે ચાલવા લાગ્યા. પણ મને થયું કે, ‘તું ક્યાં ગઈ?!’ એટલે હું પાછી વળી, અને તારી પાસે આવી.જોયું તો તું ‘આ’ કરતી હતી! (ફોટોમાં છે એ). મેં તને પૂછ્યું’ ‘મમ્મી તું શું કરે છે?!’ તારો જવાબ એ મને આજેય યાદ છે! તેં કહેલું, હું તમારા ભાઈ બહેન માટે ઘર બનાવું છું!(કહેવાય છે કુળદેવીમાઁ એ, તમારી માંગેલી ઈચ્છા પૂરી કરે! પણ એવું લાગ્યું કે મમ્મીની ઈચ્છા જાણે મનની બહાર આવીને કોઈ આકાર લે છે!)
તેં ત્યાં અમારા માટે પથ્થરમાંથી ઘર બનાવ્યા’તા. ત્રણેયનાં અલગ અલગ! અને ‘આ સૌથી મોટું કોનું છે?!’ એમ મેં જ્યારે પૂછ્યું’તું ત્યારે તે મને કહેલું ‘આ તારું છે!’ મેં પૂછ્યું કે’ મમ્મી મારું કેમ મોટું બનાવ્યું?!’ એટલે તે કીધું કે’ ‘તું મોટી છે ને, એટલે?!’
આમ, તો આ અમારી વાતચીત કોઈ પણ સાંભળે તો એમ જ લાગે કે, આ બન્ને એ ખૂબ સામાન્ય વાત કરી..પણ, અમે બન્ને જાણીએ કે આ વાક્યનું મહત્વ કેટલું?! નાનપણમાં આ વાક્ય એ ખૂબ વાર મે સાંભળ્યું હશે! બધા પાસેથી. નાના ભાઈ-બહેનની જવાબદારી, ધરની રસોઈ, મહેમાનોની વ્યવસ્થા, મહિનાભરની કરીયાણાની વ્યવ્થા, સ્કૂટર પર હોસ્પિટલથી મમ્મીને લઈ આવવા અને મૂકવાની જવાબદારી, બાને ત્યાંથી કંઈ લાવવા મૂકવાની કોઈકવારની મદદ, મારી પોતાની જવાબદારીઓ અને ભણતર અને કેટકેટલું?! અને આમ જોવો તો હું પણ નાની જ હતીને?! માટે આ વાક્યને મે ખૂબ સાંભળ્યું છે અને બને તેટલો મે મારી ઉંમરનાં પ્રમાણેમાં એ સમયે કદાચ ન્યાય પણ આપેલો છે! અને માટે સાવ સાદું કીધેલું વાક્ય, તે જ્યારે કીધું’તુ’ તો એ મારા માટે ખૂબ મોટું જ હતું!
ઘણી વાતો છે જે તું અને હું જ સમજી શકીશું! અને એ જ આપડા વચ્ચે, તારા કે મારા વચ્ચે કે પછી મારા ને પપ્પા વચ્ચે સાવ સામાન્ય લાગતી વાતો, પ્રસંગો કે લાગણીઓ એ ખાસ થઈ જાય છે.
કાયમ માનું છું અને આજે પણ કહીશ કે,તારી માટે, તમારા બન્ને માટે હું હંમેશા પ્રાર્થના કરતી રહીશ. ભગવાન તમને બન્નેને હંમેશા ખુશ રાખે🙏❤😘
તમારી દીકરી,
ધારા.

Posted on

ફરવા નીકળ્યા હોઈએ ત્યારે આમ તો લોકલ ફૂડ ખાઈએ તો એ જગ્યાની ખાણી પીણીને જાણી શકીએ. આમ તો આપડે લગભગ ફરવા નીકળીએ તો લગભગ ઈન્ડિયન ફૂડ મળી રહે એવું જ ગોઠવતા હોઈએ..કારણ કે ૩-૪ દિવસે આપણને આપણા ઘરનાં ફૂડની કે પછી ઘર જેવા ફૂડની યાદ આવી જ જાય..અને ન મળે તો, થેન્ક્સ ટુ ઈન્ટરનેશનલ બ્રેન્ડસ જેવાકે..પીઝા હટ, સબ વે, અથવા મેક..કે જેની સહુલીયતથી આપડાં માટે ૩-૪ દિવસ આરામનાં નિકળી જાય.પણ વધારે દિવસો કાઢવાનાં હોય, તો પછી આપણને કોઈ દાળ રોટી, શાક ભાત કે ખીચડી આપે કે એવી રેસ્ટોરન્ટસ મળી આવે તો ફરવામાં વઘારે મજા આવે. આમ તો મને લોકલ ફૂડ ફરવા ગયા હોય તો ગમે..અને લગભગ ત્યાંની કોઈ ફૂડ આઈટમ ગમી જાય તો હું એને મારા કીચનમાં સ્થાન આપી દઉં, જેમ કે અહીંની ફલાફલ સેન્ડવીચ, ફૂલ-તમીઝ, દુબઈનું તબુલ્લે(Tabbouleh), સ્વિસ અને પેરિસની ચોક્લેટ્સ, ચીઝ, પીઝા કે ક્રોસા.. કે પછી હમણાં વીઝીટ કરેલું ઈજીપ્ત! ઈજીપ્તનાં ઓથેન્ટિક રાઈસ..એટલાં લાઈટ ફ્લફિ અને ટેઈસ્ટી કે વાહ!! એ આપડી તુવેરની દાળ સાથે સરસ લાગે. એની ખીચડી મજા ન આવે પણ દાલ ફ્રાય અને એ રાઈસ મળે તો રોજ જ ખાય શકાય અને જો વેજી.ફૂડ બહારનાં મળતું હોય ખાસ ઈજીપ્તમાં તો આ કોમ્બો, ખુબ્ઝ(અરેબિક રોટલી), તામિયા(મજેદાર વડા),દહીં અને અરેબીક સ્વિટ્સ..એટલાથી પ્રવાસ સરસ રીતે પાર પડે.
તો અમે ઈજીપ્તમાં જ્યારે ક્રૂઝ પર હતા તો અમને ઓલરેડી ત્યાં ૩-૪ દિવસ થઈ ગયેલા અને ક્રૂઝ પર હજુ ૩-૪ કાઢવાનાં હતા..તો ત્યારે ત્યાં આમ મારા ઘરનાં થોડાં ડલ લાગવા લાગેલા, હર્ષએ એક વાર કીઘું પણ કે, ‘મને ઘરનાં ફૂડની યાદ આવે છે.’ લગભગ આપણને બધે ઈન્ડિયન રેસ્ટોરન્ટ્સ મળી રહે, પણ મીડલ ઈસ્ટર્ન ક્રૂઝપ્રવાસમાં, તો વેજમાં જે હોય તે ચલાવવું પડે..અને આમેય આપડે ફરવા આવ્યા છીએ ખાવા થોડાને?! એમ પણ થાય..પણ ગમે તે કહો આપડે અંતે તો ભારતીય! એટલે શાક રોટલી કે પછી દાલ રાઈસ એ ૨-૩ દિવસે ન મળે તો એકદમ મોઢું ઉતરી જાય આપડું!! માટે મને થયું કે જો ક્રૂઝનાં કીચનમાં અલાવ કરે તો હું કોઈ એક ઝટપટ શાક બનાવી લઉં! બાકી ખુબ્ઝ અને રાઈસ તો છેજ..અને એક મારો પોતાનો સ્વાર્થ પણ ખરો..કે મને ક્રૂઝનું કીચન અને એનું હવેજીયું જોવા મળે! મેં વાત કરી જોઈ મેનેજરને..અને એણે મેઈન શેફને બોલાવીને પૂછ્યું કે, ‘એ કીચનમાં આવી શકે?!’ શેફે એક મીનીટનો ટાઈમ લઈ..કંઈક કીચનમાં ફોન કરીને વાત કરી અને કહે ‘ચાલો મારી સાથે!!’
હું ગઈ શેફ સાથે એમના રસોઈઘરમાં, જોઈતી વસ્તુઓ મંગાવી અને ફટાફટ આપડો ગાજર,કાકડી ટામેટા અને કેપ્સીકમનો સંભારો બનાવ્યો! મજાની વાત એ હતી કે, શેફે એ શીખી લીધો અને ઉપરાંત વાત વાતમાં દાલફ્રાયની રેસીપી પણ માંગી લીધી અને અમે જમવા બેઠા તો શેફે મને દાલફ્રાય પીરસીને સરપ્રાઈઝ આપી અને મેં ઘરનાંને સંભારાની! ઈન્ટરેસ્ટિંગ એ પણ છે કે શેફે એ સંભારાને નામ આપ્યું ‘ઈન્ડિયા’, જો કોઈ હવે આપડે ત્યાંથી જાય એ ક્રૂઝપર તો કીચનમાં શેફને દાલફ્રાય અને ઈન્ડિયન ડ્રાય વેજીટેબલનું કહેશો તો એ તમારા માટે સ્પેશ્યલી લંચ અને ડીનર બફેમાં બનાવી આપશે એ ચોક્કસ. સાથે પીક મૂકું છું જે સંભારો બનાવ્યા પછી શેફે મને એમની કેપ પહેરાવેલી..મચ ઓવરવેલ્મ્ડ..થેન્ક યુ શેફ ફોર બીઈંગ કાઈન્ડ.
અને હા, એમનું ક્રૂઝકીચન મોટું અને સાવ ચોખ્ખું હતું..અને એમનું હવેજીયું આપડાં જેવું જ ખાના વાળું પણ મોટ્ટું હતું એનો પિક હોત તો શેર કરત, બટ સોરી. મસાલા અને આખા મસાલા ઘણાં સીમીલર છે આપડાં મસાલાઓ સાથે.એમનાં હવેજીયામાં મને હળદર અને ધાણાંજીરું મળી ગયેલાં મીન્સ યુ ઓલ કેન ઈમેજીન ધ સીમીલેરીટી! બસ, તો આમ શેફે નેક્સ્ટ ડે પણ દાલફ્રાય બનાવીને બફે મેનુમાં શામિલ કરેલી. એન્ડ વી આર થેન્કફૂલ ફોર ધેટ.
ખાવાપીવાનું તો ચાલ્યા કરે, પણ ઈજીપ્તની નાઈલ રીવર ક્રૂઝ એક અલગ જ અનુભવ હતો..એકવાર જરુર કરવો જોઈએ. આપણું ખાવાપીવાનું સફરમાં હોય તો એક અલગ જ આનંદ હોય છે, પણ મારું માનવું છે કે, ફરવામાં મેમરીઝ ભેગી કરવી એજ જીવનની ખરી પૂંજી છે. અને એમાંની એક આવી રીતે બની જાય તો એ સફર વધારે યાદગાર બને છે.
-ધારાભટ્ટ-યેવલે

‘આર્ટ’ એજ અ વે ઓફ લાઈફ

Posted on Updated on


હમણાં એક વિડિયો જોયો અને એ મેં શેર પણ કર્યો છે, એમાં જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારનાં આર્ટ દ્વારા માણસનાં પ્રોબ્લેમ્સ કે પછી બીમારીને, એ ચાહે માનસીક હોય કે શારિરીક, એ ક્યોર કરવામાં આવે છે. મ્યુઝિક વિશે તો આપણે જાણીએ જ છીએ કે એના દ્વારા વિવિધ બિમારીઓ ક્યોર થાય જ છે.. પણ ખાલી મ્યુઝિક નહીં પણ વિવિધ પ્રકારનાં આર્ટ દ્વારા પણ એ શક્ય છે. મને લાગે છે આર્ટ એ એક એવી વસ્તુ છે જે આપણને ટેન્શન કે સ્ર્ટેસથી દૂર લઈ જાય છે..અને રોજ જ એનું નિયમીત પ્રમાણમાં, અહીં કહીશ કે, એક પ્રકારે સેવન કરવાથી એનો ફાયદો અનેક પ્રકારે થતો હોય છે. હમણાં જ મેં વાંચેલું કે, ‘હવેનાં સમયમાં આર્ટ્સનું મહત્વ ખૂબ રહેશે..અને આવનાર સમયને ધ્યાનમાં લેતા ડીપ્રેશન કે સ્ર્ટેસમાં રહેતા લોકો વધશે!!’ અને માટે આજથી જ પોતાનાં છોકરાઓને કોઈ પણ પ્રકારનાં એનાં મનગમતાં કોમ્પિટિશન મુક્ત આર્ટની નાનપણથી તાલિમ લેવડાવવી જોશે, જેથી એ આવા સમયે પાતાને સંભાળી શકશે. કોઈ એક એવી પ્રવૃૃૃૃતિ જે એને આ દુનિયા કે દુખોથી બહાર લાવે અને એનાં જીવનને એ માણી શકે. આનાં ફાયદાઓ પણ અનેક થાય. એક તો નાની ઉંમરથી જ છોકરાંઓને સમજાય કે કોમ્પિટિશન માટે જ ખાલી કોઈ પ્રવૃૃૃતિ નથી હોતી કે નથી શીખવામાં આવતી, કે પછી ખુશ કઈ રીતે રહેવાય, અને પૈસો જો જરૂરુ છે તો સાથે સાથે તન અને મનની તંદુરસ્તી પણ કોઈ હીરા માણેકથી કમ નથી. આસપાસ કોઈ પણ પરિસ્થિતિ આવે એનો અભિગમ પોઝિટિવ જ રહે, જો એની આસપાસ કોઈ એક આર્ટિસ્ટિક પ્રવૃૃૃૃત્તિ રહેશે તો!
અત્યારે આપડે જોઈએ તો પચાસની ઉંમરનાંને છોડો, સાવ નાની વયમાં આ પ્રોબ્લેમ આવે છે..અને માણસ જાતજાતની માંદગીમાં જકડાઈ જાય છે..તો આવા સમયે એને દવાની ગોળીઓ કરતાં કોઈ પોતાની મનગમતી પ્રવૃૃૃત્તિનો ડોઝ દેવામાં આવે તો કેવું?! અને આજ વસ્તુ અનએમપ્લોયમેન્ટને પણ લાગું પડે, જો માણસ પોતાની ગમતી પ્રવૃૃતિને થોડો સમય રોજ જ આપે તો, એ ખુશ રહે અને ખુશ રહે તો, એ તંદુરસ્ત રહે અને તન મનથી તંદુરસ્ત રહે તો એ કોઈ પણ મુસિબતનો સામનો કરી શકે..
હું તો કહું છું કે, બીમારી કે પ્રોબ્લેમાસમાં જ કેમ.. પોતાને ખુશ રાખવા હંમેશા માટે પણ આવાં કોઈ પ્રકારે આર્ટની સાધના કરવી જોઈએ.. યોર ઓન ઝોન, અને આવી પ્રવૃૃૃતિ એ કોઈ સાધના કે મેડિટેશન સમાન જ છે.
ખરુંને?!

ધારાભટ્ટ-યેવલે

અર્થ ડે

Posted on Updated on

અર્થ ડે
અર્થ ડેનાં ઉપક્રમે આપણાંથી પોતાની શક્તિ અનુસાર જે બને તેવા નાના નાના પ્રયત્નો કરીએ.

માઁ ધરતીએ જે આપ્યું છે એ સાચવીએ. આસપાસ ગંદગી ન રાખીએ કે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. મને અને તમને બધાને ખબર છે કે સાવ બંધ કરવું એ શરુઆતમાં કહેવું થોઠું વધારે જ છે, પણ ઓછું કરતાં કરતાં સાવ ઓછું અને બંધ થાય એવું તો આપડે કરી જ શકીએ. નાના નાના પોતાના પ્રમાણે જાગરુક પ્રયાસો એ આપણને આ ભૂમિને તમને અને મને આવનારા જનરેશન્સને બધાને બચાવી શકે. એકરૂપ થઈને આ ધરતી કે વાતાવરણ સાથે રહેવામાં એક અલગ જ મજા છે..બસ થોડા રોજે રોજનાં પ્રયાસોની જરૂર છે. આજે આપણે, ચકલી, વાઘ,સિંહ,વૃક્ષો, પર્યાવરણને બચાવવાની વાતો કરીએ છીએ પણ સમયસર પગલાં નહીં લઈએ તો કાલે આપણને બચાવવાનો પ્રશ્ન ઉભો થવાનો છે..માટે જરૂર છે, આપણાં પ્રયાસોથી આ ધરતીનેએ જ પ્રેમ પાછો આપવાની, જે એ આપણને રોજજ આપે છે.
-ધારા

થોડું થોડું રોજ એપ્રિલ ‘ફૂલ’

Posted on Updated on

પહેલી એપ્રિલ અને એપ્રિલ ફૂલ.. બન્ને એક બીજાનાં સમાનાર્થી છે એવું નથી લાગતું?!! હાસ્તો વળી!! પણ આમ જોઈએ તો રોજે રોજ એવી એપ્રિલ’ફૂલ’ પળો આવતી હશે.. જે ધીરેથી કાનમાં કહી જાય, હળવેથી માથે ટાપલી મારી જાય, થોડી ક્ષણો માટે છાતી સોંસરવી ઉતરી જાય, ગાલે હળવેકથી ચુમી જાય, કે મોં પર મીઠી મુસ્કુરાહટ આપતી જાય.
નાનપણમાં માઁ-બાપ છોકરાઓને કહેતા કેટલીવાર પકડાયા હશે? કે ..’જલ્દી ખાઈ લે, નહીં તો બાઘડો બિલાડો આવશે!! (હજુ સુધી નથી આવ્યો!) કે પછી ‘સુઈ જા, નહીં તો બાવો ઉપાડી જાશે!’ કે ‘રડવાનું બંધકર.. જો કીડી મરી ગઈ!’
થોડા મોટા થયા તો આપણે પેરેન્ટ્સને થોડું હેરાન કરવા..કહીએ..’આજે મેથ્સમાં ઝીરો આવ્યો!’ અને એ લોકો પેપર ખોલે તો ફૂલ માર્ક્સ હોય! કે પછી આજે ટીફીનમાંથી એપલ પાછું નથી આવ્યું એમ સમજી મમ્મી રાજી થાય..પણ આપણા જ ફ્રેન્ડ્સ આપણી મમ્મીને કહી દે કે,’આપણે એમને એપલ ખવડાવ્યું!’ કે પછી ધીમેથી ગરવાંમાં નજર કરીને છેલ્લી બે રોટલી પોતાના ભાઈ-બહેન માટે એમ કહીને છોડી દેઈએ કે,’બસ, આજે મને આટલી જ ભૂખ છે!’ અને એવા સમયે, આપણા ભાઈ બહેન કદાચ ‘એપ્રિલ ફૂલ’, એવું મનમાં બોલી જતા હશે! કે પછી, એવા સમયે સમજાય જતું હશે, જ્યારે પોતાની ફ્રેન્ડ કહે ‘હું આખી ડેરી મિલ્ક ખાઈ ગઈ.. અને જ્યાં ડ્રોઅર ખોલો તો.. આશ્ચર્ય વચ્ચે અડધી ચોકલેટ તમારા માટે મૂકીને રાખી હોય! કે પછી પરિવારમાં કપડાંની ખરીદી કરવા ગયા હોય અને પપ્પા-મમ્મી કહે,’અમારી પાસે ઘણાં કપડાં છે, તું તને મનગમતો પંજાબી ડ્રેસ લઈ લે!’
કે પછી થોડું સતાવતું, ગુસ્સો કરાવતું પણ એન્ડમાં સરપ્રાઈઝ આપતું આવું,’એપ્રિલ ફૂલ’ જેમકે ‘હું મોડો આવીશ’ કહીને મુવી ટિકીટ સાથે હસબન્ડનું વહેલું આવવું! કે પછી પોતાનાં સેવીંગ્સમાંથી ખરીદીને લાવેલું વાઈફનું હસબન્ડ માટેનું એ શર્ટ, જે આપ્યા પહેલાં કહેલું હોય કે,’તારી બર્થ ડે પ્રેઝેન્ટ હું આ વખતે નથી લાવી શકી! અને પછી..સરપ્રાઈઝ!!!’ કે પછી મારી જ વાત કરું તો, કોઈવાર જો મારે વીકેન્ડ પર ઉઠવામાં મોડું થઈ જાય અને હર્ષ વહેલો ઉઠી જાય તો એનો અવાજ સાંભળી બેડરુમમાંથી કહું કે, ‘તું બનાના ખાઈ લેજે’ અને એ કહે, ‘ઓકે મમ્મા, હું મેનેજ કરી લઈશ, તું સૂઈ જા, ઉઠીને કંઈક ગરમ નાશ્તો બનાવી આપજે!’ અને ઉઠીને હું પૂછું કે, ‘તે બ્રેકફાસ્ટ કર્યો?’ તો એ મને કહે કે, ‘ના, મમ્મા, બનાના તો પતી ગયા છે! પણ તારી ઉંઘ ડીસ્ટર્બ ન થાય એટલે મે તને ના ઉઠાડી! તો એ વખતે અદ્રશ્ય ટાપલી મારતું અને સાથે સાથે મોં પણ મલકાવી આપતું એ ‘એપ્રિલ ફૂલ!’
અને આવી તો અનેક પળો હશે જે આપણને ફૂલ બનાવી રોજ જ થોડું થોડું ડરાવી જાય છે,થોડું ગભરાવી જાય છે, મંદ મંદ મલકાવી જાય છે, ને થોડું હસાવી જાય છે.
કેટકેટલું બદલાયે રાખે છે.. હા, બદલાવ એ જ કદાચ સાશ્વત છે..પણ આ બદલાવની વચ્ચે, આ તારિખોના સતત ફેરબદલમાં એક બીજી વસ્તુ જે કાયમ રહે છે ..એ છે, આપણી નાની મોટી યાદોં. અને આ પ્રકારે આવતા અને મનાવાતા દિવસો એ માસુમ પળોને બરાબર નજર સામે લાવીને જીવતી કરી દેતા હોય છે.
એ રોજબરોજની દરેક ક્ષણો ..જો વિચારીએ તો સાવ અડકીને કાનમાં જાણે કહી જાય છે..’એપ્રિલ ફૂલ!!’
-ધારાભટ્ટ-યેવલે

ભાવને ભજું

Posted on Updated on

એ જ્યારે ખૂબ ઉદારતાથી, નિખાલસતાથી જ્યારે ‘નમસ્તે’ કહે છે..મને પણ એ જ ભાવથી ‘સલામ’ કહેવાનું મન થઈ જાય છે..
માણસ જ્યારે ખાલી માણસની જેમ માણસને જોતો થશે તો જ આ જગતમાં માણસાઈને પૂજાશે.
તું હર મનમાં
તું હર તનમાં
તુજને પૂજું
તુજને નમું
નિખાલસતામાં,
ઉદારતાનાં આર્શીવાદમાં,
તું હર કણ કણમાં,
તું ક્ષણ ક્ષણમાં.
-ધારાભટ્ટ-યેવલે