સ્વિસ એક્સપ્રેસ-૩

Posted on

સ્વિસ એક્સપ્રેસ-૩.

Advertisements

સ્વિસ એક્સપ્રેસ-૩

Posted on

image


સ્વિસ એક્સપ્રેસ- ૩

‘યુંગફ્રાઉ’- ટોપ ઓફ યુરોપ

ઇન્ટરલેકન એ સ્વિટ્ઝર્લેન્ડ નું નાનું એવું પણ ખૂબ જ સુંદર પર્યટન શહેર છે. ટુરિસ્ટસ ની દ્રષ્ટિ એ જાણે સ્વર્ગ. સ્વિટ્ઝર્લેન્ડ ને રોડ અને રેલ દ્વારા ખૂબ જ સુંદર રીતે કનેક્ટ કરવા માં આવ્યુ છે.  અને સૌથી સારી રીતે માણવા માટે રેલ માર્ગ એ ઊત્તમ છે. 
યુરોપ ની ટોચ એટલે ‘યુંગફ્રાઉ’.  લગભગ ૧૧,૭૮૨ ફીટ પર યુરોપ નું સૌથી ઊંચુ રેલ્વે સ્ટેશન આવેલું છે! આ ટોચ પર પહોંચવા માટે ૩ ટ્રનોં બદલવી પડે છે. આરામદાયક અને સગવડી આ ટ્રેનોં માત્ર ૨ કલાક માં  પ્રોબ્લેમ વગર આ ઊંચાઈ એ આપણને પહોંચાડે છે!  એટલી હાઈટ પર યુરોપ ની સૌથી ઊંચી પોસ્ટ ઓફીસ, સ્વિસ વોચ શોપ તથા ૩ રેસ્ટોરન્ટસ પણ છે, જેમાં ની એક ભારતીય રેસ્ટોરા ‘બોલીવુડ’ નો સમાવેશ છે..પણ ખાવા લાયક કંઈખાસ નથી! 
ખેર, ટ્રેન અને મુસાફરી ની વાત કરું તો..કેટલી સરળ મુસાફરી કહેવાય!  માત્ર અડધા દિવસ માં ઊપર-નીચે ની મુસાફરી તથા ફરવાનું પણ સરસ રીતે થઈ જાય! આ સફર દરમ્યાન મને થયું કે ભારત માં કેટ કેટલા ફરવા નાં સુંદર સ્થળો છે! પણ ત્યાં પહોંચવા માટે ની મુસાફરી અત્યંત કઠીન અને બિનસગવડી છે. ઉદાહરણ તરીકે ..અનેક યાત્રા ધામોં કે ફરવા નાં મનોહર ઉત્તરીય ક્ષેત્રો કે પછી માન સરોવર ની યાત્રા! માન સરોવર ની ઊંચાઈ લગભગ ૧૫૦૦૦ ફીટ હશે અને દિલ્હી થી ત્યાં પહોંચતા દિવસો ની કઠિન મુસાફરી કરવી પડે છે! આવતા અને જતા લોકો હાર પહેરાવે છે..કારણ ૧) સાક્ષાત શીવ ભૂમિ માં જઈ ને પાછા ફર્યા એટલે અને બીજું આટલી કઠિન યાત્રા પાર કર્યાબદલ! મિત્રો મને થાય છે આપડે ત્યાં કેમ આવી કોઇ વ્યવસ્થા નથી? યુંગફ્રાઉ પર ૧૦૦ વર્ષ પહેલા ત્યાં નાં લોકો એ જેમ ઊંચા માં ઊંચુ રેલ્વે સ્ટેશન બાંધવા નુ  સ્વપ્ન ૭ મહિના માં સાકાર કર્યુ એમ કદાચ ભારત માં પણ આવું હિંમત ભર્યુ કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવે એવી આશા આપડે રાખીએ.

-ધારાભટ્ટ-યેવલે

સ્વિસ એક્સપ્રેસ-૨

Posted on Updated on

image


સ્વિસ-પેરિસ

સ્વિસ એક્સપ્રેસ-૨

ડોરબેલ વગાડતા ની સાથે જ વિના પ્રશ્ને અજાણી જગ્યા એ અજાણ્યા લોકો એ  ભાવભીનું સ્વાગત કરી ‘આવો’ નો આવકાર દીધો.અંદર દાખલ થતા ની સાથે જ મધુર ક્રિષ્ન ધૂન કાને પડી! અને અમારા પગ આપોઆપ અવાજ ની  દિશા તરફ ચાલવા લાગ્યા! અંદર નું દ્રશ્ય જોઇ ને જાણે મન માં  શાંતિ નો અનુભવ થયો અને અહિ આવવા નાં નિર્ણય બદલ મનોમન પોતાને આભાર માન્ચો! સુંદરઅનેચોખ્ખું!  પવિત્ર અને ભાવભીનું ગોકુલ-મથુરા જેવું જ મંદિર નુ વાતાવરણ! મનમોહક રાધે- ક્રિષ્ન  ની મૂર્તિ જોઇ ને મન માં આનંદ થયો. ફરી ક્રિષ્ન ધૂને મારુ મન દોરાણું! માથે ચોટી, ગળામાં તુલસીમાળા ધારણ કરી જભ્ભો ધોતી પહેરેલો ફ્રેન્ચ ચહેરો મારી નજર સામે મૂર્તિ માં મગ્ન બની લય બધ્ધ ઝૂમતો ધૂન ગોતો હતો!મૈં એમનુ મનોમન ‘ગોરાપંડિત’ એમ નામકરણ પણ કરી આપ્યુ!  અમે પણ ધૂન માં સાર પૂરાવ્યો. 
અચાનક બધુ સરસ મજાનું મળી જતા વિના કારણે અવળચંડુ મન શંકાઓ કરવા લાગે છે! ધૂન ગાતા પેલા મહાશય મને ડોળ કરતા હોય તેવુ લાગ્યુ! પણ થોડી વાર માં મારોભ્રમ પણ ભગવાને ભાંગ્યો! એમની પાછળ ઊભેલા ૪-૫ ભારતીય યુવાનો ને જોઈ ને મને આશ્ચર્ય થયુ! ગોરા પંડિત ની પાછળ ઊભા રહી એની ખરાબ રીતે નકલ અને ચેન ચાળા!! સીધી સાદી ભાષા માં કહૂ તો નાદાન મસ્તી! ધૂન ની પૂર્ણાહૂતિ ગોરાપંડિતે સંસ્કૃત શ્લોકો બોલી ને પૂરી કરી. એ પતતા ની સાથે વસ્ર પહેરાવેલ તુલસીમાઁ નો કયારો લઇ સાડી ચાંદલો અને માળા પહેરેલ સીધી સાદી ગોરી બેને પ્રવેશ કર્યો! મૈ વળી એને મનોમન નામ આપ્યુ ‘ગોપી’! આમ તો સાહેબ કોઈ સામે આપડે ન ઞૂકિએ હોં પણ, એનો શાંત ચહેરો અને નિસ્વાર્થ ભાવના અને મારી સંસ્કૃતિ ને વિદેશ માં મારી જેમ સારસંભાળ લેતા જોઈ અમે ત્રણેય નતમસ્તક ક્રિષ્ન ની સાથે ‘ગોપી’ ને પણ થયા.  
આગળ વાત કરું તો અમારે પ્રસાદ ભોજન લઈ ને નિકળવાનુ હોવાથી અમે આખુ મંદિર જોઇ વેઈટિંગ રુમ માં બેઠા..ત્યા પેલા ભારતીય છોકરાઓ આવી ગયા. વાત ચીત કરતા ખબર પડી આ લોકો નવા-નવા સ્ટ્રગલર્સ છે! સવારથી સાંજ ટેક્સી ચલાવે છે અને ભણે પણ છે અને શરૂઆત નાં દિવસો માં આ મંદિર તેમનો આશરો! રહેવુ ખાવું બધુ અહિ જ! ફરી મારા મન માં પ્રશ્ચ ઊઠ્યો કે આવા મોંઘા દેશ માં જ્યા પાણી પણ મફત નથી મળતુ ત્યા આ લોકો ને નિભાવે છે!? એપ્રશ્ન નો પણ ઊત્તર મળ્ચો! એમાં નો એક છોકરો કહે , પણ,મંદિર માં નિયમ પ્રમાણે રહેવું પડે છે અને સાંજે ૧ કલાક ધૂન કર્યા પછી જ ભોજન મળે! એટલે તરત જ મારા મોઢે થી હરખાતા નિકળી ગયુ.. બહુ સરસ.. તમારે મંદિર ને એટલુ તો દેવુ જ જોઈએ.!!

થોડી વાર માં અમને જમવા બોલાવ્યા..ત્યા એક છોકરા એ અમને કીધુ, ત્યા ભલે ૧૦ યુરો લખ્યા હોય પણ તમે કાંઈ ન આપો તો પણ ચાલશે! અમે એની વાત નો કોઈ જવાબ ન દીધો. પ્રસાદ ભોજન ને પ્રસાદ પ્રમાણે લઈ પૈસા મૂકી અમે બધા ને નમસ્તે કરી ટ્રામ પકડી અમારી હોટલ જવા નિકળ્યા.   
રસ્તા માં વારે વારે વિચાર આવ્યો કે આ વિદેશીઓ કેવા દેશી નિકળ્યા! જ્યારે દેશી વિદેશ આવી ને પોતાની સંસ્કૃતિ ને ભૂલ્યા! અને તોય આ વિદેશી આપડા બની ને આમને પાલવે છે! ફક્ત ક્રિષ્ન ની ધરતી નાં નામે ..ભગવાન એમને સદ્બુધ્ધિ આપે! આ તો જ્યાં કિષ્ન બિરાજમાન હોય ત્યાં જ થઈ શકે!

‘જય શ્રી ક્રિષ્ના’

ધારાભટ્ટ-યેવલે

સ્વિસ એક્સપ્રેસ-૧

Posted on Updated on

image


સ્વિસ-પેરિસ

સ્વિસ એક્સપ્રેસ-૧

યુરોપ જવું અને એમાં પણ સ્વિટ્ઝર્લેન્ડ જવું એક સપનું હતુ.ઘણી વાર પ્રોગ્રામ બનાવ્યો પણ કોઈ ન કોઈ કારણોસર કંઈ મેળ ન પડ્યો! કોઈ વાર આર્થિક તો કોઈ વાર પારિવારિક કે પછી સ્વાસ્થ સંબંધી અડચણ આવી પડે! માટે વિચાર્યુ કે, ઠીક પણ છે, અમારા જેવા ફરવા નાં શોખીન ને ફરવા ની પણ મજા આવવી જોઈએ ને? અને આવી રીતે પણ નહોતુ પ્રવાસે નિકળવુ કે : ૧)જેમતેમ સામાન સૂટકેસ માં ભરી એરર્પોટ પર પહોંચી ઠેબા ખાતા હોટેલ પહોંચી, ૨)કે પછી છોકરા ઓ નાં ડાયપર બદલતા, ૩)કે ૩૫મી  લગ્ન વર્ષગાંઠ ને સપના સમાન ઉજવવા નાં સપના ને નજર સામે પડી ભાંગતા કા.કે શારિરીક રીતે અશ્કત હોવાથી વિઝા ન મળ્યા!  ૪)કે ભૂખ્યા રહેશુ પણ સપનું સાકાર કરશું! અંતે ઠરવ્યુ કે બધી પરિસ્થિતિ અનુકુળ લાગે ત્યારે નિકળશું.
ગયા વર્ષે એવું જ થયુ, વિચાર આવ્યો કે સમય અનુકુળ છે, દિકરો પણ એની સ્મૃતિ માં રહે તેમ  ફરવા જેવડો  અને એની સિરિયસ સ્ટડિઝ શરૂ થાય અને ફક્ત એના મિત્રો સાથે જ ફરવા લાયક થાય!એ પહેલા નિકળી જવું. ધીરે ધીરે તૈયારી શરૂ કરી..વિઞા થી માંડી ને ફરવા નાં સ્થળો સુધી નાં કાર્યક્રમો નક્કી કર્યા. અને અગત્ય ની નોંધ માં ‘શાકાહારી જમવા’ ની જગ્યાઓ ની નોટ રાખી! સંજોગ ઘડાણા હોય એમ ક્રમબધ્ધ રિતે બધુ ધાર્યાપ્રમાણે થવા લાગ્યુ! અને અમે ધરતી પર નાં સ્વર્ગ નાં સપના મન માં સંજોવી નિકળી પડ્યા.

ધારાભટ્ટ-યેવલે

નવું વર્ષ

Posted on Updated on


મિત્રો તથા સ્નેહીજનો,
મારા મન નાં વિચારો કવિતા દ્વારે રજૂ કરું છું, ગમે તો જરૂર થી વધાવજો,

નવું વર્ષ

આ દુનિયા ની રીત છે નિરાળી
જૂનું જતા આવે છે નવું
આજે છે જે નવું થઈ જશે આવતી કાલે એ જૂનું
પણ, નવીન આવતા શું વિસરાય જાય જૂનું?
ના, નવીન આવતા વિસરાતું નથી જૂનું
માટે રાખીશ જૂનાં ને પણ નવીન સાથે
જો રાખીશ જૂનાં ને પણ નવીન સાથે
માણી શકીશ મજા તો જ હું નવીન સાથે.

-ધારાભટ્ટ-યેવલે