હોલિકાદહન

Posted on Updated on


હોલિકાદહન

image

ફાગણ સુદ પૂનમએ હોલિકોત્સવ નો મહિમા સવિશેષ છે. હોલિકા તેને મળેલુ વરદાન અને પ્રહલાદ ની અનન્ય પ્રભુ ભક્તિની કથા સૌ કોઈ જાણે છે. પણ હોળિકા દહન ક્યારે કરવુ એ વિશેષ મહત્વ ધરાવે છે. એના ઉપર અનેક તર્ક વિતર્ક પણ થતા હશે, પણ મને સમજાય છે એ આપ સૌ સાથે શેયર કરુ છુ. ભુલચુક માફ કરશો. આ વખતે કોઈક જગ્યાએ આજે તો કોઈક જગ્યાએ કાલે હોળી પ્રગટાવશે લોકો. અમે અહીનાં ટાઇમ અનુસાર આજ ના મૂર્હત મા પ્રગટાવીશુ.
ક્યારે કરવુ હોલિકાદહન?
પ્રદોશ કાળ (સૂર્યાસ્ત પછી નો સમય) અને મદ્યરાત્રિ ની દરમ્યાન જ હોલિકાદહન કરવુ જોઇએ.
હોલિકાદહન “ભદ્રાનાં” સમયે નાં કરવુ જોઇએ અને એજ કારણ છે કે ઘણા લોકો આજે અથવા ઘણા કાલે કરવાના.
 
પૂર્ણિમાતિથિ(આજે, ૩:૧૨ બપોર થી ૫:૩૦ સાંજે આવતી કાલ સુધી) દરમ્યાન પ્રદોશકાળમાં, જ્યારે “ભદ્રા મૂર્હત” પતી ગયુ હોય ત્યારે કરવુ.
પંચાંગમાં તિથિનાં અડઘાભાગને કરણ કહેવાય છે.. ભદ્રા એ એક કરણ છે. ભદ્રામુખ અને ભદ્રાકરણ એ બન્ને તિથિ માં આવતા કરણ છે.
ભદ્રામુખ: દરમ્યાન કોઈ પણ કાર્ય કરવુ અશુભ છે. માટે એ દરમ્યાન હોલિકાદહન ન થાય.પૂર્ણિમાન ચોથા પ્રહરની વીસ મિનિટ પછી નો સમય એ ભદ્રામુખ

ભદ્રપૂંછ: પૂંછ માં હોલિકાદહન કરી શકાય છે. પૂર્ણિમાનાં ત્રીજાપ્રહરની છેલ્લી બાર મિનિટ એટલે ભદ્રાપૂંછ. જો ભદ્રા પ્રદોશ સમયે હોય અને જો એ મધ્યરાત્રી સુધીમાં ભદ્રા પૂરી(પૂંછ) થાય છે તો ભદ્રાપૂછમાં હોલિકાદહન કરાય. પ્રદોશ પહેલા જો ભદ્રાપૂંછ હોય તો પણ હોલિકાદહન ના કરી શકાય.
“ભદ્રા” એટલે કોણ?
“ભદ્રા” એ સૂર્યદેવ ની કન્યા તથા શનિદેવની બહેન છે. શનિદેવ જેવોજ ઉગ્ર સ્વભાવ છે ભદ્રાનો.
ગધેડાનુ મુખ, બાંબી પૂંછડી અને ત્રણ પગવાળી ભદ્રાને દૈત્યો નાં નાશ માટે  ઉત્પન્ન કરવામાં આવેલી. મંગલકાર્યોમ વિઘ્ન અને ઉપદ્રવ કરવાવાળી કન્યાને જોઈને પિતા સૂર્યદેવને ચિંતા થવા લાગી. માટે બ્રહ્માજી પાસે એ ગયા ઉપાય માટે. બ્રહ્માજુ એ એને પંચાંગ માં સ્થાન આપી પિતા ની ચિંતા દૂર કરી.
પંચાંગ પાંચ તત્વનુ બનેલુ છે. એ છે તિથિ, વાર,યોગ,નક્ષત્રઅને કરણ. ૧૧ કરણ છે. અને એના અલગઅલગ નામો છે, જેમકે, બવ,બાલવ, વણિજ, વિષ્ડિ,શકુનિ,નાગ વિગેરે. ભદ્રા એ કરણ છે. અને “વિષ્ડિ” એ જ “ભદ્રા”.
ભદ્રા ત્રણેય લોકમાં ફરે છે.ધરતી,સ્વર્ગ અને પાતાળ. ત્રણેય લોકમાં અલગઅલગ ગ્રહો માં એ ફરતી રહે છે. જ્યારે ચંદ્ર કર્ક,સિંહ,કુંભ,અને મીન રાશીમાં હોય છે એવો સંયોગ બને છે, ત્યારે ભદ્રા ધરતી પર ફરતી હોય છે. ધરતી પર જ્યારે ભદ્રા હોય છે ત્યારે એ અશુભ અને વિપરીત પરિણામ આપે છે. સ્વર્ગ અને પાતાળમાં હોય ત્યારે એ શુભ ગણાય છે.
કશ્યપ મુનિ અનુસાર ભદ્રામ કોઈ પણ મંગલ કાર્યો જેમકે લગ્ન,યજ્ઞોપવિત,મુંડન, ગૃહપ્રવેશ કે રક્ષાબંધન ન કરવા જોઈએ.
પરંતુ વાહન ખરીદવુ,યુધ્ધમાટે નિકળવુ, ઓપરેશન કે કોર્ટનાં કામોને ભદ્રામાં કરવા શુભ મનાય છે.

-ધારાભટ્ટ-યેવલે

Advertisements

2 thoughts on “હોલિકાદહન

    Tushar said:
    માર્ચ 22, 2016 પર 5:43 પી એમ(pm)

    Very nice and informative
    Welldone👌🏼👍🏻👍🏻

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s