ભણતર નો બોજ
ૐ
ભણતર નો બોજ
અગત્ય ની સૂચના: ડોક્ટર શબ્દ ને લેખ મા દા.ખ તારીખે વાપરવા મા આવ્યો છે.
આજ નાં જમાના માં યુવા વર્ગ માટે દરેક ક્ષેત્ર, કરીયર માટે ની સફળ શક્યતાઓ લઈ ને આવી રહ્યુ છે. હવે નાં જમાના માં ડોક્ટર કે એન્જિનિયર જ બનનાર ને સારી આવક હોય એવુ નથી, પણ એના સિવાય અનેક વ્યવસાય એવા છે જેના દ્વારા યુવાઓ ડોક્ટર કે એન્જિનિયર કરતા પણ વધારે આવક, માન-પાન, અને હોદ્દો પ્રાપ્ત કરી શકે છે. કહેવા નો મતલબ એટલો જ કે પરાણે ડોક્ટર કે એન્જીનિયર બનાવવા નો જમાનો હવે નથી રહ્યો.
નાનપણ થી આપણે ત્યાં છોકરાઓ(છોકરીઓ પણ) નાં મગજ માં ઠૂસી-ઠૂસી ને ભરવા માં આવતુ હોય છે કે,”તારે ડોક્ટર જ બનવાનું છે!” છોકરુ નાનુ હોય ત્યારે પોતે પણ એ જ રટી-રટી ને લોકો સામે બોલતુ થાય. થોડુ મોટુ થાય અને સમજણ આવે એટલે પોતાના ડોક્ટર બનવાના પ્રેશર હેઠળ દબાઈ રહે. પોતાના શોખ, બાળપણ, બધુ જ આ પ્રેશર માં હોમી દે. દિવસ-રાત ભણવા માં લગાવી દે. ઘણા ખરેખર ડોક્ટર થવા લાયક છોકરાઓ આ પ્રેશર ને પાર પાડી જાણે, ઘણા પરાણે પાર પાડે અને છેલ્લો વર્ગ જે ખૂબ કઠીનાય થી પણ આ પ્રેશર હેન્ડલ નાં કરી શકે એવા છોકરાઓ કાં તો નાસી પાસ થઈ ને આત્મહત્યા કરવા પ્રેરાય છે અને નહીં તો જીંદગીભર પોતાને ગમતા વિષય માં કારર્કિદી ન કરવા નાં બોજ તલે નિષ્ફળ જીવન વ્યતીત કરવા મજબૂર બને છે. આ નિષ્ફળ કેટેગરી નાં છોકરાઓ માં અમુક ૨-૩% એવા પણ નિકળી જાય છે,જે ઠોકર ખાઈ ને ફરી ઊભા થાય છે, જે સમાજ માં એક દ્રષ્ટાંત ઊભુ કરે છે. આવા છોકરાઓ પોતાની જાત ને જાણી, અને મનગમતા વિષય માં મહેનત કરી ને ફરી પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે.
પણ આ બધા માં એક વાત જ મહત્વ ની છે કે છોકરાઓ ઊપર ભણવા નું ખૂબ પ્રેશર છે. બાળપણ થી મા-બાપ અને મહદ અંશે સમાજ ની વિચાર-ધારા છોકરાઓ પર અમૂક પ્રકાર નુ મોટા થઈ ને બનવા નુ પ્રેશર, જાણતા-અજાણતા, ક્રિએટ કરે છે! અને એના પરિણામે છોકરાઓ ઊપર સારી ને બદલે નરસી અસર થાય છે. ૯૦% છોકરાઓ પરાણે સ્ર્ટોંગ બનવા નો દેખાવો કરતા હોય છે. જ્યારે પરિવાર ની અપેક્ષા ઉપર ખરા નહી ઉતરે એવો ભાસ થતા ન કરવા નુ કરી બેસે છે. નાસીપાસ થઈ ને અંતે આત્મહત્યા પણ કરી છૂટે છે.
અને આટલે હદ સુધી પહોંચેલ છોકરા નાં લેશમાત્રય વિચારો નુ ભાન એના પરિવાર ને નથી હોતુ!
મારા ખ્યાલ થી બાળક પોતાની કારર્કીદી બનાવવા ની છૂટ આપો. અમુક સમય સુધી રાહ પણ જોવી પડે તો જૂવો. એને પોતાને ના ખબર પડે તો એને સમજાવો. એના માં રહેલા ગુણો નો એને અહેસાસ દેવડાવો. અને અંતે આજ ની પેઢી ખૂબ સ્માર્ટ છે, એ એનો રસ્તો શોધી જ લેશે. બસ, વધુ પડતા પ્રેશર થી દૂર રાખો.
રમૂજ:
ભણવા માં વધતી જતી કોમ્પીટિશન ને જોઈ ને અમે(પેરેન્ટસ) પણ પ્રેશર માં આવી જઇએ છીએ! અને લગભગ દર ૬ મહીને દિકરા ને પૂછીયે કે,”બેટા, તારે મોટા થઈ ને શું બનવુ છે?” મિત્રો માનશો?? અમને ૬-૬ મહિને અલગ અલગ જવાબો મળતા હોય છે! કોઇ વાર, મ્યુઝિશીયન, ફોટોગ્રાફર કે ફૂટબોલર, તો કોઇવાર ડોક્ટર, એન્જિનીયર કે બેન્કર! સાહેબ!! આજ ની જનરેશન ને સંભાળવી એટલે ખૂબ જ અઘરુ કામ છે. ખેર, સમય જતા અને ખરો સમય આવતા એને સમજણ પડી જ જશે એની તો ખાતરી છે જ મને. બાકી, ખરોખર જો મને પૂછો તો મારી તો એક જ સલાહ છે કે,” દિકરાઓ તમે જીવન માં કંઈ પણ બનો પણ, ‘મદદગાર માનવી’ બનવાનુ ચૂકતા નહીં. બાકી બધુ તો તમે મેળવી જ લેવાના.”
-ધારા ભટ્ટ-યેવલે
માર્ચ 10, 2016 પર 6:07 એ એમ (am)
Agree. Aana par me 2-3 lekh lakhya che je mara blog ma tamne jova madshe.
Jarur vachjo, aanand thashe.
LikeLiked by 1 person
એપ્રિલ 6, 2017 પર 5:28 એ એમ (am)
સાચી વાત કહી છે. મનનીય લેખ.
માતાપિતા, વડીલ વર્ગ, શિક્ષણવિદ, સમાજશાસ્ત્રી સહિત સહુએ આ વિષે વિચારવું જોઈએ.
LikeLiked by 1 person